શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By રીઝનલ ન્યુઝ|
Last Modified: બુધવાર, 11 સપ્ટેમ્બર 2019 (11:47 IST)

ન્યાયમૂર્તિ વિક્રમ નાથે ગુજરાતના હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે લીધા શપથ

અમદાવાદ: ન્યાયમૂર્તિ વિક્રમ નાથે મંગળવારે ગુજરાત હાઇકોર્ટના નવા મુખ્ય ન્યાયાધીશના રૂપમાં શપથ ગ્રહણ કર્યા હતા. તેમણે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગાંધીનગર સ્થિત રાજભવનમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, વિધાનસભાના અધ્યક્ષ રાજેંદ્ર ત્રિવેદી, ભૂપેંદ્રસિંહ ચુડાસમા સહિતની હાજરીમાં શપથ ગ્રહણ કર્યા હતા. 
 
હાઇકોર્ટમાં ગત વર્ષે નવેમ્બર બાદથી નિયમિત મુખ્ય ન્યાયાધીશની નિયુક્તિ થઇ ન હતી, જ્યારે મુખ્ય ન્યાયાધીશ આર સુભાષ રેડ્ડીને સુપ્રીમ કોર્ટમાં નિયુક્ત કરી દેવામાં આવ્યા હતા. ત્યારેથી ન્યાયમૂર્તિ અનંત દવે કાર્યવાહક મુખ્ય ન્યાયાધીના રૂપમાં કાર્ય કરી રહ્યા હતા. ગુજરાત હાઇકોર્ટમાં સ્થાનાંતરિત કરવામાં આવેલા પહેલાં ન્યાયમૂર્તિ નાથ અલહાબાદ હાઇકોર્ટમાં ન્યાયાધીશના રૂપમાં કાર્ય કરી રહ્યા હતા.