શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 6 સપ્ટેમ્બર 2017 (10:25 IST)

ભાજપ સરકારની ખાડા પુરવા નવી જાપાનની ટેકનોલોજી, જુઓ અમદાવાદમાં મજાક ઉડાવતો વાયરલ થયેલો વીડિયો

એક તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અમદાવાદના સ્માર્ટ સિટી બનાવવાના બળગાં મારે છે. બીજી તરફ અમદાવાદના રસ્તાઓની બીસ્માર સ્થિતિ એટલી ખરાબ છે, કોઈ પ્રસૃતાને ડૉકટરે સીઝીરીયન કરાવવાની સલાહ આપી હોય અને તેને લઈ વાહન અમદાવાદના રસ્તા ઉપરથી પસાર થાય તો સીઝેરીયન વગર નોર્મલ ડીલીવરી થઈ જાય. છેલ્લાં કેટલાય દિવસથી વિકાસના નામે લોકો જાતે જોક બનાવી સોશીયલ મીડિયા ઉપર મુકવા લાગ્યા છે. જયારે કેટલાક નાગરિકો પોતાના જ મોબાઈલ ફોનમાં અમદાવાદની સ્થિતિને રેકોર્ડ કરી ભાજપની મઝાક કરી રહ્યા છે. જુવો આવો જ એક વીડિયો નીતિન પટેલને ફોન પર દારૂબંધીની વાત કરનાર અને પ્રદિપસિંહ પર જુત્તુ ફેંકનાર ગોપાલ ઈટાલિયા નામના યુવકે ઉતાર્યો હતો જે હાલ સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થયો છે.