ગુજરાત પર તોળાઈ રહેલુ જળસંકટ, નર્મદા ડેમની સપાટી ઘટીને 110.68 મીટરે પહોંચી
સરદાર સરોવર નર્મદા બંધ ખાતે પાણીની સપાટીમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. જે ઉનાળામાં રાજ્યમાં આવનાર જળ સંકટનો ઇશારો કરે છે. આજે સોમવારે સાંજે ૫ વાગ્યે ડેમ પર જળ સપાટી ૧૧૦.૬૮ મીટર નોંધાઇ હતી. ડેમ પર સપાટી ૧૧૦.૬૪ મીટર થાય એટલે સૌપ્રથમ તો કેનાલ હેડ પાવરના ૫૦ મેગાવોટના તમામ પાંચ યુનિટ બંધ કરવાની ફરજ પડશે એટલે રોજનું ૨૫૦ મેગાવોટ વીજ ઉત્પાદન બંધ થશે. બીજી તરફ સૌરાષ્ટ્રમાં દર ઉનાળે પિવાના પાણીની સમસ્યા ઉભી થાય છે
તેમ છતાં સૌરાષ્ટ્રમાં સ્થાનિક કક્ષાએ જ આ સમસ્યાનો ઉકેલ લાવવાના બદલે નર્મદા બંધમાંથી પાણી આપવામાં આવે છે અને તેના માટે ખાસ ઇરિગેશન બાયપાસ ટનલ બનાવામાં આવી છે. ડેમ પર સપાટી ૧૧૦.૬૪ મીટરથી નીચે જાય એટલે મુખ્ય કેનાલમાં પાણી પહોંચતુ બંધ થાય છે ત્યાર બાદ આ ખાસ ઇરિગેશન બાયપાસ ટનલ દ્વારા પાણી મુખ્ય કેનાલ સુધી પહોંચતુ કરાય છે.