શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 23 જાન્યુઆરી 2018 (15:30 IST)

શેર બજાર - સેસેક્સ પહેલીવાર 36000 પાર, નિફ્ટી પણ 11000ને પાર

મંગળવારે શેર બજારમાં ફરીથી ઐતિહાસિક ઉછાળ જોવા મળ્યો. નિફ્ટી પહેલીવાર 11 હજારના પાર પહોંચી જ્યારે કે સેસેક્સ 150 અંકોના વધારા સાથે ખુલ્યો. સેસેક્સે 36 હજારના આંકડાને પાર કરી લીધો છે. 
 
આ અગાઉ સોમવારે મુંબઈ શેયર બજારનો સેંસેક્સ 286.43 અંક વધીને 35,798.01 અંક સુધી પહોંચી ગયો. જ્યારે કે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 10,966.20 અંકના નવા રેકોર્ડ પર બંધ થયો હતો. એવુ માનવામાં આવી રહ્યુ છે કે આશાથી વધુ સારી ત્રિમાસિક પરિણામો અને કેન્દ્ર સરકરના તાજેતરના ઉપાયોને કારણ એકેટલાક ક્ષેત્રો માટે માલ અને સેવા કર (જીએસટી) દરમા કપાત કરવાથી શેર બજારમાં રેકોર્ડતોડ તેજીની પ્રક્રિયા ચાલુ છે. 
 
નેશનલ સ્ટોક એક્સચેંજનો  નિફ્ટી 10,975.10 અંકના દિવસે નવા રેકોર્ડસ્તરને અડી ગયા પછી અંતમાં 71.50 અંક કે 0.66 ટકાના લાભથી 10,966.20 અંકના નવા રેકોર્ડ પર પહોંચ્યો. આ પહેલા શુક્રવારે નિફ્ટી 10,894.70 અંકની નવી ઊંચાઈ પર બંધ થયો હતો. 
 
મુંબઈ શેર બજારના 30 શેયરવાળા સેંસેક્સ સોમવારે મજબૂત વલણથી ખુલ્યા પછી 35,827.70 અંકના પોતાના સર્વકાલિક ઉચ્ચસ્તર સુધી ગયો હતો. જો કે નફાખોરીથી આ થોડો નીચો આવ્યો. અંતમાં સેંસેક્સ 286.43 અંક કે 0.81 ટકાના લાભથી  35,798.01 અંકના નવા રેકોર્ડસ્તર પર બંધ થયો.