શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 14 માર્ચ 2017 (11:21 IST)

BJP ની જીતથી ઝૂમ્યુ સેંસેક્સ, નિફ્ટી રેકોર્ડ સ્તર પર રૂપિયો પણ ચઢ્યો

વિધાનસભા ચૂંટણીમાં બીજેપીની શાનદાર જીતની અસર  સેંસેક્સ પર પણ જોવા મળી રહી છે. હોળીની રજા પછી મંગળવારે બજારમાં ઝડપી જોવા મળી.  નિફ્ટીએ રેકોર્ડ સ્તર પર પહોંચ્યુ.  બીજી બાજુ રૂપિયો પણ વર્ષભરના સૌથી મોટા સ્તર પર પહોંચી ગયો.  બજાર ખુલતા જ સેંસેક્સ 600 પોઈંટ્સ 29,561.93 પર પહોંચી ગયો. એવુ બતાવાય રહ્યુ છે કે યૂપીમાં બીજેપીને મળેલ શાનદાર જીતને કારણે રોકાણકારોનો વિશ્વાસ વધ્યો છે. 
 
નિફ્ટી રેકોર્ડ લેવલ પર 
 
મંગળવારે સવારે નિફ્ટી પોતાના રેકોર્ડ સ્તર પર પહોંચી ગયુ. #Nifty નવી ઊંચાઈ પર પહૉંચતા 9,122.75ના સ્તર પર પહોંચી ગયુ. ઓપનિંગ ટ્રેડમાં આ નિફ્ટીનો સૌથી મોટો ઉછાળ છે. આ પહેલા 4 માર્ચ 2015ના રોજ નિફ્ટી રેકોર્ડ ઊંચાઈ પર પહોંચી ગયુ હતુ. 
 
ચૂંટણી પછી પ્રથમ બિઝનેસ સત્રમાં વિદેશી રોકાણકારો દ્વારા કરવામાં આવેલ ખરીદીથી નિફ્ટીમાં રેકોર્ડ 2.1 ટકાની બઢત નોંધાઈ. બજારના માહિતગારોનુ માનવુ છે કે વિદેશી રોકાણકારોને બજાર પ્રત્યે વલણ વધવા પાછા ગયા અઠવાડિયે વિધાનસભા ચૂંટણીમાં આવેલ પરિણામોમા બીજેપીની જીત મુખ્ય છે. 
 
દિવસની શરૂઆત વેપારમાં બીએસઈ બેંચમાર્ક સેંસેક્સે 615 અંકોના ઉછાળ સાથે 2.12 ટકાનો વધારો નોંધાવ્યો. બજારના માહિતગારોનો દાવો છે કે શેયર બજારમાં આ તેજી પાછળ રોકાણકારોની આશા છે કે 2019ના લોકસભા ચૂંટણીમાં એકવાર ફરી નરેન્દ્ર મોદીની સરકાર બનાવાની આશા વધી ગઈ છે. 
 
ઉલ્લેખનીય છે કે આ 5 રાજ્યોમાં બીજેપીની જીતથી વિદેશી રોકાણકારો અને વિદેશી બેંકોને આશા છે કે સત્તારૂઢ પાર્ટીની રાજ્ય સભામાં ગણતરી ઓછામાં ઓછા 30 સભ્યોથી વધી જશે. જેનાથી દેશમાં મોટા આર્થિક સુધારાની સાથે સાથે વિદેશી રોકાણની સૂત્રોમાં મોટો સુધાર થશે.