શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By

કોલેજોમાં ફ્રી લેક્ચર દરમિયાન AAPનું સદસ્યતા અભિયાન ચલાવવા કોલેજની મંજુરી મેળવીશું: AAPનું વિદ્યાર્થી સંગઠન

રાજ્યની કોલેજોમાં ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેમાં ભાજપના કાર્યકર્તાઓ ચાલુ ક્લાસ દરમિયાન પહોંચી અને ભાજપના સદસ્ય બનાવવા મામલે આજે આમ આદમી પાર્ટી છાત્ર યુવા સંઘર્ષ સમિતિ (CYSS) એ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા દિવસથી ગુજરાતની ઘણી બધી કોલેજોમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારોએ કોલેજોના ચાલુ ક્લાસરૂમ કે જેની અંદર લેકચર ચાલતો હોય ત્યાં જઈને, તે રોકાવી અને વિદ્યાર્થીઓને ભારતીય જનતા પાર્ટીના સદસ્ય બનાવા માટે સદસ્ય અભિયાન ચલાવી રહ્યા છે.

ગુજરાતમાં આપની કોલેજની અંદર આવા કોઈ પણ પ્રકારના સદસ્યતા અભિયાન ન કરવા દેવામાં આવે અને જો ભાજપ કે અન્ય કોઈ પક્ષને આવું કરવા દેવામાં આવશે, તો અમે કોલેજોમાં વિદ્યાર્થીઓના ફ્રી લેક્ચરમાં સદસ્યતા કરવા કોલેજની પરમિશન માંગીશું તેમ જણાવ્યું હતું.શિક્ષણના ધામની અંદર રાજકારણ ઇચ્છતા નથી.સદસ્યતા કોલેજની બહાર પણ થઇ શકે છે. તેથી જો કોઈ પક્ષ દ્વારા કોઈ કોલેજની અંદર આ પ્રકારનું સદસ્યતા અભિયાન કરવામાં આવશે, તો વિદ્યાર્થીઓ અને વાલીઓને સાથે રાખી વિદ્યાર્થીઓના હિત માટે આપ કોલેજ વિરુદ્ધ કાયદાકીય લડાઈ લડીશે. પરંતુ ઘણા વિદ્યાર્થીઓ એવા છે જેને સદસ્યતા અભિયાનનો વિરોધ કર્યો છે, તો એમને ભાજપ દ્વારા ધમકાવવામાં આવી રહ્યા છે. આમ આદમી પાર્ટી, ભાજપની આ બળજબરીપૂર્વકની તાનાશાહીનો સખત વિરોધ કરે છે. આમ આદમી પાર્ટીએ ક્યારેય અન્યાય થવા નથી દીધો અને આગળ પણ નહિ થવા દે.