શુક્રવાર, 5 જુલાઈ 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 19 જુલાઈ 2023 (08:07 IST)

Weather Update- રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટીંગ:43 જળાશય હાઈ એલર્ટ

valsad rain
Weather News- ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સવારથી જ દક્ષિણ ગુજરાતમાં સુરત સહિતના વિસ્તારોમાં વરસાદની તોફાની ઈનિંગ જોવા મળી છે. તે ઉપરાંત સૌરાષ્ટ્રમાં પણ અનેક વિસ્તારોમાં મેઘમહેર થઈ છે. રાજકોટના ધોરાજીમાં 6 કલાકમાં 10 ઈંચ વરસાદ ખાબકી ગયો છે. વરસાદને કારણે ધોરાજીના રસ્તા પર પાણી ભરાઈ ગયાં હતાં. ગીર સોમનાથના સુત્રાપાડામાં પણ ચાર કલાકમાં 6 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. 
 
રાજકોટના ધોરાજીમાં 6 કલાકમાં જ 10 ઈંચ જેટલો વરસાદ ખાબકતા રસ્તાઓ પાણી પાણી થઈ ગયા છે. વરસાદની વચ્ચે જસદણ તાલુકામાં વીજળી પડવાના કારણે 21 વર્ષીય યુવતીનું મોત નિપજ્યું હતું.રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આજે સાંબેલાધાર 10 ઈંચ વરસાદ ખાબકતા શહેરના અનેક વિસ્તારમાં જમીન ત્યાં જળની સ્થિતિ થઈ ગઈ છે.