સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 29 માર્ચ 2024 (14:21 IST)

Weather Updates- કયાંક પડશે આકરી ગરમી, તો ક્યાંક થશે વરસાદ જાણો હવામાનની આગાહી

-  અમદાવાદમાં મહત્તમ તાપમાન 41.1 ડિગ્રી નોંધાયુ હતુ.
-  30 માર્ચે કેટલાક વિસ્તારોમાં કરા સાથે ભારે વરસાદ
-  હળવો વરસાદ થઈ શકે છે.
 
Gujarat wethar updat: અમરેલી, રાજકોટ, અમદાવાદ અને ગાંધીનગરમાં 41 ડિગ્રી ઉપર તાપમાન નોંધાયું. જેમાં અમદાવાદમાં મહત્તમ તાપમાન 41.1 ડિગ્રી નોંધાયુ હતુ. 
 
હીટવેવની વચ્ચે રાજ્યના કેટલાક વિસ્તારોમાં આજે વરસાદ વરસ્યો છે. જોકે, આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામા વધારો થયો છે. જોકે, હવામાન વિભાગની આગાહીમાં જણાવ્યા પ્રમાણે, હાલ ગુજરાતનું વાતાવરણ સુકૂં રહેવાની આગાહી હતી.
 
જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં આજે અને આવતીકાલે એટલે કે 30 માર્ચે કેટલાક વિસ્તારોમાં કરા સાથે ભારે વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે.  29મી માર્ચના રોજ ઉત્તર-પશ્ચિમ ભારતના રાજ્યોમાં વરસાદ અને કરાની સ્થિતિ જોવાઈ શકે છે. 
 
રાજ્યમાં ગરમીનો પ્રકોપ 
હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 24 કલાક સુધી રાજ્યના હવામાનમાં કોઈ પણ ફેરફાર જોવા મળશે નહીં. ત્યાર બાદ કેટલાક શહેરોમાં એકથી બે ડિગ્રી તાપમાનમાં ફેરફાર જોવા મળશે
 
આ સાથે પંજાબ, હરિયાણા, કેરળ, સિક્કિમ અને પૂર્વોત્તર ભારતમાં કેટલાક સ્થળોએ હળવો વરસાદ થઈ શકે છે. દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને આંદામાન અને નિકોબાર ટાપુઓના દક્ષિણ ભાગોમાં હળવો વરસાદ થઈ શકે છે.