રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 26 માર્ચ 2024 (08:49 IST)

કાળઝાળ ગરમી, હવે આકરો લાગશે! હિટવેવની આગાહી

Weather News- આગામી દિવસોમાં તાપમાનમાં 1થી 2 ડિગ્રીનો વધારો થશે. તાપમાનનો પારો વધીને 40 ડિગ્રીને પાર થઇ શકે છે.હિટવેવની સાથે રાજ્યમાં ઉનાળામાં જળસંકટ આવી શકે છે. 
 
ઉત્તર ગુજરાત, કચ્છ-સૌરાષ્ટ્રના જળાશયોમાં માત્ર 40 ટકા ઓછું પાણી બચ્યું છે. તો રાજ્યના કુલ જળાશયોમાં માત્ર 57 ટકા જેટલું પાણી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી બે દિવસ રાજ્યમાં ભીષણ ગરમીનો પ્રકોપ જોવા મળશે. તાપમાન 39- 40 ડિગ્રી રહેવાની શક્યતા છે
 
કચ્છ, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ અને, અમરેલીમાં હિટવેવની આગાહી છે. જેમાં પવનની દિશા ઉત્તર પશ્ચિમથી પશ્ચિમ તરફ રહેશે. 

Edited By- Monica sahu