શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Updated : ગુરુવાર, 21 માર્ચ 2024 (13:00 IST)

ગુજરાતમાં હીટવેવની આગાહી

Weather news-  હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગરમીમાં વધારો થયો છે. રાજકોટ 40 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું છે
 
આ સાથે રાજ્યના 4 શહેરમાં 39   ડિગ્રીથી વધુ અને 10 શહેરમાં 38 ડિગ્રી થી વધુ ગરમી નોંધાઈ છે. જેમાં રાજકોટમાં સિઝનનું સૌથી વધુ 40.3 ડિગ્રી તાપમાન નોંધાયું. સુરેન્દ્રનગરમાં 39.7 ડિગ્રી કેશોદમાં 39.1 ડિગ્રી તાપમાન. અમરેલીમાં 39 ડિગ્રી તાપમાન નોંધાયું તો અમદાવાદમાં 38.3 ડિગ્રી ડીસામાં 38.7 ડિગ્રી તાપમાન નોંધાયું. 

આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યના તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઇ શકે છે. વિશેષ કરીને સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની આગાહી છે.
 
મંગળવારે રાજ્યના 14 શહેરોમાં 36 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયુ હતુ. રાજકોટ 39.3 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર બન્યુ હતુ.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુરુવારે દિવસનું મહત્તમ તાપમાન 32 ડિગ્રીની આસપાસ અને લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીની આસપાસ રહી શકે છે. જ્યારે બુધવારની વાત કરીએ તો મહત્તમ તાપમાન 33.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જે 2 માર્ચ પછી અત્યાર સુધીનો સૌથી ગરમ દિવસ હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, શુક્રવારે 22 માર્ચે આકાશ સ્વચ્છ રહેશે. તે જ સમયે, તાપમાન 34 ડિગ્રી સુધી વધી શકે છે.

Edited By-Monica sahu