1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: રવિવાર, 3 માર્ચ 2024 (11:12 IST)

ગુજરાતમાં કમોસમી વરસાદ ‘મુસીબતનું માવઠું’ જોવા મળ્યું.

Weather Update
-આગામી 24 કલાક ગુજરાત માટે ભારે!
-કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાવાની
- ‘મુસીબતનું માવઠું’ જોવા મળ્યું.
 
ઉનાળાની શરૂઆતમાં જ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાવાની શરૂઆત થઈ ગઈ છે.
 
હવામાન વિભાગે માર્ચ મહિનાની શરૂઆતમાં જ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી જાણે શનિવારે સાચી પડી અને રાજ્યમાં ઘણા જિલ્લામાં ‘મુસીબતનું માવઠું’ જોવા મળ્યું.
 
નોંધનીય છે કે અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર અને રાજ્યમાં મોટા ભાગના જિલ્લાઓમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોની મુશ્કેલી વધી હોવાની ફરિયાદ ઊઠી છે.
 
ગત ગુરુવારે ભારત પર એક નવી સિસ્ટમ આવવાની શરૂઆત થઈ હતી અને આ સિસ્ટમ મજબૂત હોવાને કારણે ઉત્તર અને પશ્ચિમ ભારતનાં રાજયોમાં તેની અસર થવાની શક્યતા વ્યક્ત કરાઈ હતી. જેના કારણે કેટલાંક રાજ્યોમાં વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરાઈ હતી.
 
હવામાન વિભાગે જણાવ્યું કે ફેબ્રુઆરી મહિનાના અંત અને માર્ચ મહિનાની શરૂઆતમાં એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ભારત પર આવશે. આ કારણે ઘણા વિસ્તારોમાં ચોમાસા જેવો માહોલ સર્જાય તેવી શક્યતાઓ છે.
 
આ આહેવાલમાં આપણે જાણીશું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ શું છે? એ કેવી રીતે બને છે અને તેને લીધે હવામાન પર કેવી અસર થાય છે?
 
હવામાન વિભાગે આજથી બે દિવસ સુધી રાજ્યાના કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરી છે.
ગુજરાત સહિત ભારતનાં અન્ય રાજ્યોમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદ પડશે. ખાસ કરીને ઉત્તર ભારતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
 
જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં ભારે વરસાદની સાથે બરફવર્ષા થવાની પણ શક્યતા છે.
 
હાલની આ સિસ્ટમ મજબૂત હોવાને કારણે દેશના અનેક વિસ્તારોમાં તેના કારણે વરસાદ પડશે.
 
ગુજરાતમાં કેટલા દિવસ સુધી વરસાદ પડશે?
હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી કરી હતી તે મુજબ 1 માર્ચથી જ રાજ્યના હવામાનમાં પલટો આવી ગયો છે. કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સવારથી જ વાદળો દેખાવાં લાગ્યાં હતાં.