રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 27 ફેબ્રુઆરી 2024 (08:40 IST)

ગુજરાતમાં ફરી પલટાયું હવામાન, કયા કયા જિલ્લામાં વરસાદની શક્યતા

-વેસ્ટર્ન ડિસ્ટ્રબન્સ સર્જાતા વરસાદની આગાહી છે.
-દ.ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં કમોસમી વરસાદ
-, આંધી, તોફાનની શક્યતા છે. ભારે પવન સાથે વરસાદ


Weather news- વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના લીધે ઉત્તર ભારતમાં વાદળો છવાયેલાં છે. ઉત્તર ભારતમાં વરસાદ થવાની પણ શક્યતા છે.દ.ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં કમોસમી વરસાદની આગાહી છે. તેમજ ઠંડા અને ગરમ પવનો એકબીજા સાથે ટકરાતા વાતાવરણ પલટાશે. એક બાદ એક વેસ્ટર્ન ડિસ્ટ્રબન્સ સર્જાતા વરસાદની આગાહી છે.
 
હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યભરમાં લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઇ શકે છે. 
 
દ.ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં કમોસમી વરસાદ ખાબકશે. તેમાં રાજ્યના વાતાવરણમાં મોટા ફેરફારો આવશે. જેમાં આગામી 1થી 5 માર્ચ કમોસમી વરસાદની આગાહી છે.હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે વાદળવાયુ, આંધી, તોફાનની શક્યતા છે. ભારે પવન સાથે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.
 
ગુજરાતમાં પણ ફરી વાદળો છવાયાં છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આંશિક વાદળછાયું વાતાવરણ 1-2 દિવસ સુધી રહેશે.
 
ફેબ્રુઆરીના અંતમાં વરસાદી માહોલ સર્જાશે પરંતુ વરસાદ પાડવાની શક્યતા ઓછી છે. ઉત્તર ગુજરાતમાં છુટા-છવાયા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.
 
દક્ષિણ ગુજરાતમાં પણ ગાઢ વાદળો દેખાશે પરંતુ વરસાદ પાડવાની શક્યતા નથી.
 
29 ફેબ્રુઆરીમાં ફરી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે અને ત્યારે ગુજરાતમાં વરસાદ પાડવાની શક્યતા છે.