સોમવાર, 18 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Updated : બુધવાર, 28 ફેબ્રુઆરી 2024 (10:39 IST)

ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી

rain in gujarat
-ગુજરાતમાં કમોસમી વરસાદ
-1 માર્ચથી 3 માર્ચ સુધી કેટલાક વિસ્તારમાં હળવા વરસાદ 
-દ.ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં 

 
Unseasonal rain - ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે, જેમાં 1 માર્ચથી 3 માર્ચ સુધી કેટલાક વિસ્તારમાં હળવા વરસાદ વરસી શકે છે. જો કે, આ કમોસમી વરસાદની આગાહી પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.  
 
દ.ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં કમોસમી વરસાદની આગાહી છે. તેમજ ઠંડા અને ગરમ પવનો એકબીજા સાથે ટકરાતા વાતાવરણ પલટાશે. એક બાદ એક વેસ્ટર્ન ડિસ્ટ્રબન્સ સર્જાતા વરસાદની આગાહી છે. 
 
હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યભરમાં લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઇ શકે છે
 
દ.ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં કમોસમી વરસાદ ખાબકશે. તેમાં રાજ્યના વાતાવરણમાં મોટા ફેરફારો આવશે. જેમાં આગામી 1થી 5 માર્ચ કમોસમી વરસાદની આગાહી છે.હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે વાદળવાયુ, આંધી, તોફાનની શક્યતા છે. ભારે પવન સાથે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.