રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : શનિવાર, 28 સપ્ટેમ્બર 2024 (10:47 IST)

અવતાર નહી તો કોણ હતા સાંઈ બાબા ? જાણો શિરડીના સાંઈબાબા વિશે

સાંઈ બાબા કોણ છે ? શુ તેઓ ભગવાનના અવતાર છે કે પછી કોઈ સાધારણ મનુષ્ય જેને લોકોએ ભગવાન બનાવી દીધા છે. આ સવાલ ઉઠવાનું કારણ એ છે કે દ્વારકા 
 
શારદા પીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ વિવાદિત નિવેદન આપ્યુ છે. જેમા તેમણે કહ્યુ કે શિરડીના સાંઈ બાબા અવતાર નથી. 
 
જો શંકરાચાર્યની વાતો પર વિશ્વાસ કરીએ તો પ્રશ્ન એ ઉઠે છે કે તો પછી સાંઈ બાબા કોણ છે. સાંઈ ક્યાથી આવ્યા અને કેવી રીતે બન્યા ભક્તોના સાંઈ બાબા જેમના એક 
 
દર્શન મેળવીને ભક્ત પોતાનું જીવન ધન્ય માનવા લાગે છે.  
 

આગળ જાણો સાંઈ બાબાનો જન્મ ક્યા અને ક્યારે ? 
sai chalisa
સાંઈ બાબા કોણ હતા અને તેમનો જન્મ ક્યા થયો હતો આ પ્રશ્ન એવો છે જેનો જવાબ કોઈની પાસે નથી. સાંઈએ ક્યારેય આ વાતોનો ઉલ્લેખ નહોતો કર્યો. તેમના માતા 
 
પિતા કોણ હતા તેમની પણ કોઈ માહિતી નથી. 
 
બસ એકવાર પોતાના એક ભક્ત દ્વારા પૂછતા સાંઈ એ કહ્યુ હતુ કે તેમનો જન્મ 28 સપ્ટેમ્બર 1836માં થયો હતો. તેથી દર વર્ષે 28 સપ્ટેમ્બરના રોજ સાંઈનો જન્મોત્સવ ઉજવવામાં આવે છે. 
 
 


આગળ જાણો સાંઈની જાતિ શુ હતી  ? 
 
 
sai baba
સાંઈબાબાએ પોતાના જીવનનો એક મોટો ભાગ જૂના મસ્જિદમાં વીતાવ્યો. જેને તેઓ દ્વારા માઈ કહેતા હતા. માથા પર સફેદ કપડુ બાંધીને કબીરના રૂપમાં સાંઈ શિરડીમાં 
 
ધૂની રમાવતા રહેતા હતા. તેમના આ રૂપને કારણે કેટલાક લોકો તેમને મુસ્લિમ માને છે. જ્યારે કે દ્વારિકા પ્રત્યે શ્રદ્ધા અને પ્રેમને કારણે કેટલાક લોકો તેમને હિન્દુ માને છે
 
પણ સાંઈએ કબીરની જેમ ક્યારેય ખુદને જાતિના બંધનમાં નહોતા બાંધ્યા. હિન્દુ હોય કે મુસલમાન સાંઈએ બધા પ્રત્યે સમાન ભાવ રાખ્યો નએ ક્યારેય આ વાતનો 
 
ઉલ્લેખ ન કર્યો કે તેઓ કંઈ જાતિના છે. સાંઈએ હંમેશા માનવતા, પ્રેમ અને દયાભાવને પોતાનો ધર્મ માન્યો, 
 
જે પણ તેમની પાસે આવતુ તેઓ તેના પર કોઈપણ પ્રકારના ભેદભાવ વગર કૃપા કરતા. સાંઈના આ વ્યવ્હારે તેમને શિરડીના સાંઈ બાબા અને ભક્તોના ભગવાન બનાવી દીધા. જો કે સાંઈ બાબાનુ નામ સાંઈ કેવી રીતે પડ્યુ તેની એક રોચક કથા છે. 
 
 
આગળ જાણો ફકીરથી સાંઈ બાબા બનવાની રસપ્રદ કથા 

 
saibaba
કહેવાય છે કે સન 1854 ઈ. મા પહેલીવાર સાંઈ બાબા શિરડીમાં જોવા મળ્યા. તે દરમિયાન બાબાની વય લગભગ 16 વર્ષની હતી. શિરડીના લોકોએ બાબાને પહેલીવાર એક લીમડાના ઝાડ નીચે સમાધિમાં લીન જોયા.  
 
ઓછી વયમાં શરદી ગરમી ભૂખ તરસની જરાપણ ચિંતા કર્યા વગર બાળયોગીને કડક તપસ્યા કરતા જોઈને લોકોને ખૂબ આશ્ચર્ય થયુ. ત્યાગ અને વૈરાગ્યની મૂર્તિ બનેલ સાંઈએ ધીરે ધીરે લોકોનુ મન મોહી લીધુ. 
 
થોડો સમય શિરડીમાં રહીને સાંઈ એક દિવસ કોઈને કહ્યા વગર જ અચાનક ત્યાંથી જતા રહ્યા. થોડા વર્ષો પછી ચાંદ પાટિલ નામની એક વ્યક્તિના જાનૈયાઓ સાથે સાંઈ એકવાર ફરી શિરડીમાં આવી પહોંચ્યા. ખંડોબા મંદિરના  પૂજારી મ્હાલસાપતિએ સાંઈને જોતા જ કહ્યુ 'આવો સાંઈ' આ સ્વાગત સંબોધ્યા પછીથી જ તેઓ શિરડીના ફકીર સાંઈ બાબા તરીકે ઓળખાવા લાગ્યા. 
 
આગળ જાણો સાંઈ બાબાની જીવન જીવવાની રીત 
saibaba

શિરડીના લોકો શરૂઆતમાં સાંઈબાબાને પાગલ સમજતા હતા પણ ધીરે ધીરે તેમની શક્તિ અને ગુણોને જાણ્યા પછી ભક્તોની સંખ્યા વધતી ગઈ. સાંઈબાબા શિરડીના ફક્ત પાંચ પરિવાર પાસેથી રોજ દિવસમાં બે વાર ભિક્ષા માંગતા હતા. 
 
તેઓ પતરાના વાસણમાં પાતળો પદાર્થ અને ખભા પર ટાંગેલ કપડાની થેલીમાં રોટલી અને અન્ય આહાર એકત્ર કરતા હતા. બધી સામગ્રીને તેઓ દ્વારકા માઈ લાવીને માટીના વાસણમાં મિક્સ કરીને મુકી દેતા હતા. 
 
કુતરા બિલાડીઓ ચકલી નિ:સંકોચ આવીને તેમાથી થોડુ ખાઈ લેતા બચેલી ભિક્ષાને સાંઈબાબા પોતાના ભક્તો સાથે મળીને ખાતા હતા. 
 
 
આગળ શિરડી સાંઈ બાબાના ચમત્કાર 
sai

સાંઈએ પોતાના જીવનકાળ દરમિયાન એવા ચમત્કાર બતાવ્યા જેનાથી લોકોને તેમનામાં ઈશ્વરનો અંશ અનુભવાયો. આ ચમત્કારોએ સાંઈને ભગવાન અને ઈશ્વરનો અવતાર બનાવી દીધા.  
 
લક્ષ્મી નામની એક સ્ત્રી સંતાન સુખ માટે તડપી રહી હતી. એક દિવસ સાંઈ બાબા પાસે તે વિનંતી કરવા આવી પહોંચી. સાંઈએ તેને ઉદી મતલબ ભભૂત આપી અને કહ્યુ અડધી તુ ખાજે અને અડધી તારા પતિને આપજે.  
 
લક્ષ્મીએ આવુ જ કર્યુ. થોડા સમય પછી તે ગર્ભવતી થઈ. સાંઈના આ ચમત્કારથી તે સાંઈની ભક્ત બની ગઈ. અને જ્યા જતી ત્યા સાંઈબાબાના ગુણ ગાતી. સાંઈના કોઈ વિરોધીએ લક્ષ્મીના ગર્ભને નષ્ટ કરવા માટે તેને દગાથી દવા ખવડાવી દીધી. તેનાથી લક્ષ્મીના પેટમા દુ:ખાવો અને રક્તસ્ત્રાવ થવા લાગ્યો. લક્ષ્મી સાંઈ પાસે પહોંચીને વિનંતી કરવા લાગેી.  સાંઈબાબાએ લક્ષ્મીને ભભૂત ખાવા આપી. ભભૂત ખાતા જ લક્ષ્મીનો રક્તસ્ત્રાવ રોકાય ગયો અને લક્ષ્મી નિશ્ચિત સમયે એક બાળકની માતા બની.