1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated: બુધવાર, 20 જુલાઈ 2022 (13:35 IST)

હરિયાણા, ઝારખંડ અને હવે ગુજરાતમાં પોલીસકર્મી ગાડી ચડાવી, પોલીસકર્મીનું મોત

police bharati
હરિયાણા, ઝારખંડ અને ગુજરાતમાં વધુ એક પોલીસકર્મી પર વાહન ચઢાવી દેવાની ઘટના સામે આવી છે. ઝારખંડના રાંચી જિલ્લામાં વાહન ચેકિંગ દરમિયાન એક મહિલા સબ-ઇન્સ્પેક્ટરની પિકઅપ વેનથી કચડીને હત્યા કરવામાં આવી છે. ટક્કર એટલી જોરદાર હતી કે મહિલા પોલીસ અધિકારીનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. જ્યારે હરિયાણાના મેવાતમાં ખનન માફિયાઓએ એક ડીએસપીની હત્યા કરી નાખી છે. ડેપ્યુટી એસપી સુરેન્દ્ર સિંહ બિશ્નોઈનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
 
ત્યારે હવે આજે ગુજરાતના આણંદના બોરસદમાં હિટ એન્ડ રનની ઘટનામાં ટ્રેલરને રોકવા જતાં પોલીસકર્મી પર ટ્રેલર ફેરવી કચડી નાખવામાં આવ્યો હતો. આ ઘટનામાં પોલીસકર્મીનું મોત નિપજ્યું હતું. દેશભરમાં સતત પોલીસકર્મીઓ પર હુમલા વાહન ચડાવી દેવામાં આવી રહ્યા છે. દેશભરમાંથી સતત એક પછી એક ઘટનાઓ સામે આવી રહી છે. જેને જોતાં લાગી રહ્યું છે આ બેફામ તત્વોને કાયદો કોઇ ડર નથી. 
 
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતના આણંદના બોરસદમાં હિટ એન્ડ રનની ઘટનામાં ટ્રેલરને રોકવા જતાં પોલીસકર્મી પર ટ્રેલર ફેરવી કચડી નાખવામાં આવ્યો હતો. આ ઘટનામાં પોલીસકર્મીનું મોત નિપજ્યું હતું. આ અકસ્માત બાદ ટ્રેલરનો ચાલક ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો.