બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 31 જુલાઈ 2022 (00:53 IST)

મહિલાએ ઘરે નૂડલ્સ બનાવી, પછી ટામેટાએ લીધો જીવ, જાણો દર્દનાક કહાની

Chilli Mushroom Noodles
મુંબઈમાં એક 27 વર્ષીય મહિલાનું આકસ્મિક રીતે ઉંદરનું ઝેર યુક્ત ખોરાક ખાવાથી મોત થયું હતું. ઇન્સ્ટન્ટ નૂડલ્સ બનાવતી વખતે, મહિલાએ ભૂલથી ટામેટાં ઉમેર્યા, જેમા ઉંદરોને મારવા માટે ઝેરી  દવા નાખી હતી આ ઘટના મુંબઈના મલાડના પાસ્કલ વાડી વિસ્તારની છે.
 
પોલીસે જણાવ્યું કે રેખા નિષાદ નામની મહિલાએ ઘરમાં ઉંદરોને મારવા માટે ટામેટાં પર ઝેર નાખ્યું હતું. બીજા દિવસે તેણે ભૂલથી તે ટામેટાં નૂડલ્સમાં નાખ્યા. માલવાણીના પોલીસ સબ-ઇન્સ્પેક્ટર મુસા દેવર્ષિએ કહ્યું, "ટીવી જોતી વખતે, તેણે ભૂલથી નૂડલ્સમાં ટામેટાં ભેળવી દીધા.