રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 19 માર્ચ 2021 (15:28 IST)

બે બાળકોના પિતા સાથે કર્યા લગ્ન, તો હવે મહિલાને પોતાનુ બાળક થતા ન મળી મેટરનિટી લીવ

પંજાબ-હરિયાણા હાઈકોર્ટે એક નર્સિંગ ઓફિસરનો માતૃત્વ અવકાશ ન મળવાના વિરુદ્ધમાં અરજી એવુ કહીને ફગાવી દીધી કે કોઈ પણ મહિલાને ફક્ત બે બાળકો માટે જ પ્રસૂતિ રજા એટલે કે મૈટરનીટિ લીવ મળી શકે છે. કોર્ટે કહ્યું છે કે પહેલા બે બાળકો તે મહિલાના છે કે નહીં તેનાથી કોઈ ફરક પડતો નથી.
 
ઉલ્લેખનીય છે કે મહિલા પોસ્ટ ગ્રેજ્યુએટ ઈસ્ટિટ્યુટ ઓફ મેડિકલ એજ્યુકેશ ન એંડ રિસર્ચ (PGIMER) ચંડીગઢમાં જોબ કરે છે.  આ મહિલાએ એક એવા વ્યક્તિ સાથે લગન કર્યા જેના પહેલાથી જ બે બાળકો છે  હવે મહિલાએ પોતાના બાળકને જન્મ આપ્યો પણ તેને મેટરનિટી લીવ ન મળી. જેને લઈને મહિલાએ  PGIMERના વિરુદ્ધ કોર્ટમાં અરજી કરી હતી. જેના પર હાઈકોર્ટમાં જસ્ટિસ જસવંત સિંહ અને જસ્ટિસ સંત પ્રકાશની પીઠે આ આદેશ  સંભળાવ્યો. 
 
PGIMER એ પોતાના પક્ષમાં કોર્ટમાં જણાવ્યું છે કે મહિલાએ હોસ્પિટલ રેકોર્ડમાં  પોતાના પતિના પહેલા લગ્નમાંથી થયેલા બે બાળકોના નામ નોંધાવ્યા છે અને તેણે ઘણી વખત ચાઈલ્ડ કેરની રજા પણ લીધી છે.
 
સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ (રજા) નિયમ, 1972 નો હવાલો આપતા આ હોસ્પિટલે કોર્ટમાં જણાવ્યું હતું કે મહિલાને પહેલેથી જ બે બાળકો હોવાથી તે પ્રસૂતિ રજા લઈ શકતી નથી.
 
બીજી બાજુ મહિલાનુ કહેવુ છે કે તેણે તો પ્રથમ બાળકને જન્મ આપ્યો છે તેથી હોસ્પિટલ મારા પતિના બે બાળકોના હવાલે મને મેટરનીટિ લીવથી વંચિત રાખી શકે નહી.  
ખંડપીઠે  નર્સિંગ ઓફિસરની અરજી નામંજૂર કરતા જણાવ્યું હતું કે, "ભલે અરજદાર પતિના પહેલા લગ્નથી જન્મેલા બે બાળકોની બાયોલોજિકલ  માતા નથી, પરંતુ તે આ હકીકતને નકારી શકતી નથી કે હવે તે જ એ બાળકોની માતા છે."