સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 3 જૂન 2021 (10:23 IST)

તા.૩ જૂન વિશ્વ સાયકલ દિવસ: આધુનિકતા આવી છતા સાયકલનું મહત્વ યથાવત

દર વર્ષે તા. ૩ જૂનના રોજ વિશ્વ સાયકલ દિવસની ઉજવણી થાય છે.માનવ જીવન ધોરણ અને પરિવહનમાં આધુનિકતા આવી છતા સાયકલનું મહત્વ જરા પણ ઘટયું નથી. બેઠાડું જીવનશૈલી સામે આરોગ્યની અનેક સમસ્યા ઉભી થઇ છે ત્યારે સાયકલ આજકાલ હેલ્થનું પર્યાય બની રહી છે. સાયકલ અનેક ક્ષેત્રમાં કેન્દ્રમાં રહેલી છે. પૃથ્વીથી મંગળ સુધીની વિકાસયાત્રામાં સાયકલનું મહત્વનું યોગદાન રહેલું છે. ત્યારે સાયકલની મહત્તા દર્શાવતા કેટલાકઉમદા ઉદાહરણ અત્રે ઉલ્લેખનીય છે.
 
પોસ્ટમેનના જીવન ચક્રને પૈડા માફક સતત પ્રગતિશીલ રાખતી સાયકલ
ટેક્નોલોજી સાથે માનવ જીવન સહીત અનેક વ્યવસ્થામાં પરિવર્તન આવતું હોઈ છે, પરંતુ એક વ્યવસ્થા હજુ એજ પરંપરાગત રીતે ચાલી રહી છે. એ છે ડાક સેવા. માત્ર ૨૫ પૈસામાં ટપાલ એક ગામથી બીજા ગામ પહોંચાડતી પોસ્ટ સેવામાં સાયકલ પોસ્ટમેનની ઓળખ બની રહી છે.
 
પોસ્ટમેનની સવાર પેડલ મારવા સાથે થાય છે. સવાર થાય અને ટપાલ, કવર સહીતની વસ્તુઓ લઈ પેડલ મારી સાયકલ પર સવાર થઈ સંદેશ એટલે કે ટપાલ ઘરે ઘરે પહોંચાડે છે રાજકોટના ૭ ડીલેવરી ઝોન પરથી ૧૩૦ પોસ્ટમેન. 
 
ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાનો વ્યાપ વધ્યા બાદ ફર્સ્ટ ક્લાસ માલ જેમાં ટપાલ, ઇનલેન્ડનું પ્રમાણ ઘટી ગયું છે, પરંતુ સેકન્ડ ક્લાસ માલ જેમાં કાગળો, ચોપાનિયા, પેપર્સલ,રજીસ્ટર વગેરેનું હજુ મોટા પાયે પ્રમાણ ચાલુ હોવાનું હેડ પોસ્ટ ઓફિસના પબ્લિક રિલેશન ઇન્સ્પેકટર કે.બી. ચુડાસમા જણાવે છે. દરેક પોસ્ટમનને એરિયા વાઈઝ ટપાલ વહેંચણી કરવાની હોઈ છે. દરેક પોસ્ટમનને એરિયા વાઈઝ ટપાલ વહેંચણી કરવાની હોઈ છે.
 
૨૪ વર્ષથી સેવારત પોસ્ટમેન વજીદભાઈ બગથરીયા જણાવે છે કે અમે રોજના ૧૦૦થી વધુ રજીસ્ટર તેમજ તેટલા જ પ્રમાણમાં ટપાલ વગેરેનું ઘરે અને ઓફિસમાં વિતરણ કરીએ છીએ. રોજનું ૧૫ કી.મી. જેટલું સાયકલિંગ સામાન્ય રીતે થઈ જતું હોવાનું તેઓ જણાવે છે.