શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 30 સપ્ટેમ્બર 2019 (12:52 IST)

રોંગ સાઇડમાં જતા 325 વાહન ચાલકો પાસેથી સવા 5 લાખ દંડ વસૂલાયો

અમદાવાદ માં ટ્રાફિક પોલીસ દ્વારા તા. ૨૬થી ૩૦ સપ્ટેમ્બર સુધી રોન્ગ સાઇડમાં  વાહન ચલાવાર સામે કડક કાર્યવાહી કરવા ખાસ પ્રકારની ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નવા નિયમ મુજબ ટુ  વ્હીલર અને થ્રી વ્હીલરનો રૃા. ૧૫૦૦ તેમજ ફોર વ્હીલર ચાલક પાસેથી રૃા. ૩૦૦૦ દંડ સ્થળ પર વસૂલવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ત્રણ દિવસમાં ૩૨૫ વાહન ચાલકો પાસેથી રૃા. ૫.૨૫ લાખ દંડ વસૂલવામાંઆવ્યો હતો . જેમાં ખાસ કરીને કાલુપુરમાં એસટી બસના ડ્રાઇવર પાસેથી રૃપિયા પાંચ હજારનો દંડ લેવામાં આવ્યો હતો.જ્યારે લાઇસન્સ વગર વાહન હંકારતા લોડિંગ  રિક્ષા ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. કાલુપુરમાં એસટી બસના ડ્રાઇવરને પાંચ હજારનો મેમો આપ્યો. લોડિંગ રિક્ષા ચાલક સામે ગુનો નોંધાયોઅમદાવાદ શહેરમાં અકસ્માતના બનાવો ઘટાવવા માટે શહેર પોલીસ દ્વારા રોન્ગ સાઇડમાં વાહન ચલાવનારા સામે પગલા ભરવા માટે પાંચ દિવસ સુધી ડ્રાઇવ રાખવામાં આવી છે.

જેમાં તા. ૨૬ના રોજ કુલ ૭૬ વાહન ચાલકો સામે કેસ કરીને સવા લાખ દંડ લેવાયો હતો. જ્યારે તા. ૨૭ના રોજ ૧૨૬ કેસ કરીને રૃા. ૧.૭૧ લાખ દંડ અને તા. ૨૮ના રોજ ૧૩૩ વાહન ચાલકો પાસેથી રૃા. ૨, ૧૮, ૫૦૦ લેખે ત્રણ દિવસમાં કુલ સવા પાંચ લાખ દંડ વસૂલવામાં આવ્યો છે. બીજીતરફ કાલુપુર વિસ્તારમાં રોન્ગ સાઇડમાં ભયજનક રીતે બસ ચલાવતા ડ્રાઇવરને રોકીેને તેમને પાંચ હજારનો મેમો આપવામાં આવ્યો છે. જ્યારે કાલુપુર પોલીસે જેમાં નરોડા કૃષ્ણનગર વિસ્તારમાં  પાશ્વૅનાથ ટાઉનશીપ ખાતે ભુમી સોસાયટીમાં રહેતા સવદાન રાયજી ઠાકોર લોડિંગ રિક્ષા લઇને પાંચકુવા દરવાજાથી કડીયાકૂઇ તરફથી રોન્ગ સાઇડમાં જતા હતા. આ સમયે પોલીસે વાહન રોકીને તેમની પાસેે ડ્રાઇવિંગ લાઇસન્સની માંગણી કરી હતી પરંતુ તેમની પાસેથી લાઇસન્સ નહી હોવાથી  તેમના સામે કાલુપુર પોલીસ સ્ટેશનમાં  વાહન ચાલક સામે ભય જનક વાહન ચલાવવા તથા ટ્રાફિક નિયમ ભંગ બદલનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે રોન્ગ સાઇડમાં વાહન ચલાવવાની ડ્રાઇવ તા. ૩૦ સપ્ટેમ્બર સુધી ચાલશે જેના માટે શહેરના પશ્ચિમ તથા પૂર્વ વિસ્તારના કુલ ૧૨૮ રસ્તાનો સર્વે કરવામાં આવ્યો છે, આ રસ્તાઓ પર  ઠેર ઠેર પોલીસ ગોઠવીને  રોન્ગ સાઇડમાં વાહનો ચલાવનારા વાહન ચાલક પાસેથી સ્થળ પર બાઇક સહિત ટુ વ્હીલર તથા રિક્ષા સહિત થ્રી વ્હીલરના  નવા નિયમ  મુજબ  રૃા. ૧૫૦૦ દંડ લેવામાં આવશે, જ્યારે  ફોર વ્હીલર ચાલક પાસેથી રૃા. ૩૦૦૦  દંડ વસૂલવામાં આવશે. આ કામગીરી દરમિયાન વાહન ચાલકો પોલીસને  જોઇને અન્ય રસ્તાઓ શોધી પાછા વળી જતા હોય તેવા રસ્તા પર પણ પોલીસની ટીમો કાર્યરત રહેશે. ઉપરાંત રોન્ગ સાઇડમાં પકડાયેલા વાહન ચાલક સ્થળપર દંડ નહી ભરે તો તેમની સામે ગુનો નોધીને તેઓની અટકાયત કરીને આરટીઓ કચેરીમાં લઇ જવામાં આવશે અને આરટીઓ અધિકારી દ્વારા આવા વાહન  ચાલક સામે જરુરી કાનૂની કાર્યવાહી કરીને ડ્રાઇવિંગ લાઇસન્સ રદ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે.