ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 29 સપ્ટેમ્બર 2019 (12:48 IST)

મુખ્મંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી ગાંધીનગર જિલ્લામાં પંચ કલ્યાણ વિકાસ અવસર અંતર્ગત વિવિધ જનેસવાલક્ષી

મુખ્મંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી એ રાજ્યના પાટનગર ગાંધીનગર જિલ્લામાં પંચ કલ્યાણ વિકાસ અવસર અંતર્ગત વિવિધ જનેસવાલક્ષી પ્રકલ્પો મહેસૂલ મંત્રી કૌશિક ભાઈ પટેલ ની ઉપસ્થિતિ માં પ્રારંભ કરાવતાં  વ્યથા નહિ વ્યવસ્થા થકી અસરકારક સરકાર ની સૌને અનુભૂતિ થાય તે માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે  પારદર્શી  સંવેદનશીલ નિર્ણાયક અને પ્રગતિશીલ સરકાર ની ઈમેજ વધુ મજબૂત કરતા અનેક જનહિત નિર્ણયો અને સામાન્ય માનવી ગરીબ વંચિત પીડિત શોષિત ના કલ્યાણ માટે કામ કરતી આ સરકાર છે 
કોઈ પર્સનલ એજન્ડા નહિ માત્ર ને માત્ર રાજ્યના સર્વગ્રાહી વિકાસ નો જ એજન્ડા આ સરકાર નો છે એમ તેમણે સ્પષ્ટ કર્યું હતું
વિકાસ ની પરિભાષામાં કોઈ એકલ દોકલ નહિ સર્વાંગી વિકાસ થી ગુજરાત ને હજુ વધુ સમૃદ્ધ બનાવવું છે એમ પણ તેમણે કહ્યું હતું
શ્રી વિજય ભાઈ રૂપાણીએ જરૂરતમંદ વ્યક્તિ ને આપાત કાલમાં ત્વરિત મદદ મળી રહે તે માટે હલ્લો  SOS  સેવાનો પ્રારંભ કરાવ્યો હતો.
તેમણે કુપોષણ મુક્તિ માટે ગાંધીનગર જિલ્લામાં  સેવા સંસ્થાઓના સહયોગ થી શરૂ થયેલા પોષણ સેતુ તહેત બાળકોને પોષણ આહાર તેમજ કીટ વિતરણ કર્યું હતું અને રાજ્યમાં પ્રથમ  એર કન્ડિશન્ડ જનસેવા કેન્દ્ર તેમજ મોડેલ સબ રજિસ્ટ્રાર કચેરી ને જિલ્લા સેવા સદનમાં  ખુલ્લા મૂક્યા હતા
મુખ્યમંત્રીશ્રીએ  દેશની ભાવિ પેઢી સમાન બાળકો સ્વસ્થ તંદુરસ્ત અને પોષણક્ષમ રહે તે માટે નાનપણ થી જ તેમના આરોગ્ય અને  વિકાસ  પર ધ્યાન આપવાની આવશ્યકતા સમજાવી હતી 
તેમણે આહ્વાન કર્યું કે કુપોષણ મુક્ત અને  વિકાસ માં અગ્રેસર ગુજરાત બને તે માટે સંકલ્પ કરી પ્રત્યેક વ્યક્તિ તે સિદ્ધ કરવા  કાર્યરત બને  અને ગાંધીનગર જિલ્લો પાટનગર જિલ્લા તરીકે તેની આગેવાની લે
મુખ્યમંત્રીએ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાયેલા ઓપન હાઉસ  કાર્યક્રમ ના લાભાર્થીઓ ને હુકમોના વિતરણ તેમજ  શ્રવણ તીર્થ દર્શન યોજના અંતર્ગત વડીલોની વંદના કરતા  રાજ્યના યાત્રાધામ ના પ્રવાસે જતી બસ નું પ્રસ્થાન કરાવ્યું હતું
ગાંધીનગર ના મેયર રીટા બહેન પટેલ ધારાસભ્ય શંભૂજી ભાઈ પૂર્વ ધારાસભ્યો અશોક ભાઈ અને વાડીભાઈ તેમજ શહેર અને જિલ્લાના પદાધિકારીઓ મહેસૂલ તપાસણી કમિશનર  માકડિયા  જિલ્લા કલેકટર  એસ કે લાંગા જિલ્લા વિકાસ અધિકારી રાવલ મ્યુનિસિપલ કમિશનર રતન ચારણ ગઢવી  નાગરિકો આમંત્રિતો   આ અવસરે જોડાયા હતા.