શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શનિવાર, 9 જાન્યુઆરી 2021 (15:56 IST)

અમદાવાદ-યોગનગરી ઋષિકેશ વચ્ચે દોડશે સ્પેશિયલ ટ્રેન

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાઓને ધ્યાનમાં રાખીને, અમદાવાદ - બાન્દ્રા ટર્મિનસ અને અમદાવાદ-યોગનગરી ઋષિકેશ વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવાનું નક્કી કર્યું છે, જેની વિગતો નીચે મુજબ છે :-
 
ટ્રેન નં.09029/09030 બાંદ્રા ટર્મિનસ - અમદાવાદ-બાંદ્રા ટર્મિનસ લોકશક્તિ સુપરફાસ્ટ સ્પેશિયલ. 
ટ્રેન નંબર 09029 બાન્દ્રા ટર્મિનસ - અમદાવાદ સ્પેશિયલ 10 જાન્યુઆરી 2021 (રવિવાર) થી  આગામી સૂચના સુધી  દરરોજ બાંદ્રાથી 19:40 કલાકે ઉપડશે અને આગલા દિવસે 04:20 કલાકે અમદાવાદ પહોંચશે.પરતમાં ટ્રેન નંબર 09030 અમદાવાદ - બાન્દ્રા ટર્મિનસ 13 જાન્યુઆરી 2021 (બુધવાર) થી  આગામી સૂચના સુધી  દરરોજ અમદાવાદથી 20:45 કલાકે ઉપડશે અને આગલા દિવસે 05:25 કલાકે બાન્દ્રા ટર્મિનસ પહોંચશે.માર્ગમાંઆ ટ્રેન બંને દિશામાં મણિનગર, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી વલસાડ, વાપી, પાલઘર, બોરીવલી અને અંધેરી સ્ટેશનો પર રોકાશે.
 
ટ્રેન નંબર 09029 વિરાર, બોઇસર, દહાણું રોડ, ઉમરગામ રોડ સ્ટેશનો પર રોકાશે અને ટ્રેન નંબર 09030 મહેમદાવાદ ખેડા, નડિયાદ, કોસંબા સ્ટેશનો પર રોકાશે.આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને જનરલ શ્રેણીના આરક્ષિત કોચ હશે.
 
ટ્રેન નંબર 09031અમદાવાદ-યોગનગરી ઋષિકેશ સ્પેશિયલ
11 જાન્યુઆરી 2021 (સોમવાર) થી આગામી સૂચના સુધી દરરોજ અમદાવાદથી10:55 કલાકે ઉપડશે અને આગલા દિવસે 12:30 કલાકે યોગનગરી ઋષિકેશ પહોંચશે. પરતમાં ટ્રેન નંબર 09032 યોગનગરી ઋષિકેશ - અમદાવાદ 12 જાન્યુઆરી 2021 મંગળવાર થી  આગામી સૂચના સુધી દરરોજ ઋષિકેશ થી 14:50 કલાકે ઉપડશે અને આગલા દિવસે 15:40  કલાકે અમદાવાદ  પહોંચશે.માર્ગમાં આ ટ્રેન બંને દિશામાં સાબરમતી (ધર્મનગર તરફ), ગાંધીનગર કેપિટલ, કલોલ, મહેસાણા,  ઉંઝા, પાલનપુર, અબુરોડ,  પિંડવાડા, જવાઈ બાંધ, ફાલના, રાની, મારવાડ જંકશન, સોજત રોડ, હરીપુર, બ્યાવર, અજમેર, કિશનગઢ,, ફૂલેરા, જયપુર, ગાંધીનગર જયપુર, બાંદીકુઇ, અલવર , ખેરથલ,   રેવારી,  પાટૌડી રોડ, ગુડગાંવ,  દિલ્હી કેન્ટ, દિલ્હી,  દિલ્હી શાહદરા, ગાઝિયાબાદ, ન્યુ ગાઝિયાબાદ, મોદીનગર,  મેરઠ સિટી,  મેરઠ કેન્ટ,  સખોટી ટાંડા,  ખતૌલી,  મુઝફ્ફરનગર, દેવબંધ, તપરી,રૂરકી, હરિદ્વાર સ્ટેશનો પરરોકાશે. આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને જનરલ શ્રેણીના આરક્ષિત કોચ હશે.