શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 9 જાન્યુઆરી 2021 (14:16 IST)

ગુજરાતમાં બર્ડ ફ્લૂની એન્ટ્રી, માણાવદરમાં મળ્યો પ્રથમ કેસ

ગુજરાતમાં બર્ડ ફ્લૂની એન્ટ્રી થઇ ગઇ છે. માણાવદરમાં બર્ડ ફ્લૂનો પ્રથમ મામલો નોંધાતાં ખળભળાટ મચી ગયો છે. માણાવદર જિલ્લામાં 2 ટીટોડી સહિત 53 પક્ષીઓના મોત થયા હતા. તેમના સેમ્પલ ભોપાલની નેશનલ ઇંસ્ટીટ્યૂ ઓફ હાઇસિક્યોરિટી ડ્સીઝ નિષાદમાં મોકલવામાં આવ્યા હતા. જેમાં બે ટીટોડીના બર્ડ ફ્લૂના લીધો મોત થયાની પુષ્ટી થઇ છે. 
 
મળતી માહિતી અનુસાર માણાવદરના બાંટવા ખારા ડેમ રેવન્યૂ વિસ્તારમાં 2 જાન્યુઅરીથી 46 ટીટોડી, ત્રણ બગલા અને ત્રણ બતક તથા ઓક નકટો મળીને કુલ 53 પક્ષીઓના મોત થયા હતા. આ તમામ પક્ષીઓના શબ ખારાડેમ આસપાસ મળ્યા હતા. આ તમામ પક્ષીઓના શબ વન વિભાગના સ્થાનિક વેટરનરી ડોક્ટરોને પીએમ માટે મોકલ્યા હતા. પરંતુ ત્યાં પીએમ માટે જૂનાગઢ મોકલવામાં આવ્યા હતા. ત્યાં આ પક્ષીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. ત્યાંથી બે ટીટોડીના શંકાસ્પદ સેમ્પલ ભોપાલના નેશનલ ઇંસ્ટીટ્યૂટ ઓફ હાઇ સિક્યોરિટી ડિસીઝમાં મોકલવામાં આવ્યા હતા. આ રિપોર્ટમાં બે ટીટોડીને બર્ડ ફ્લૂ હોવાની પુષ્ટિ થઇ છે. 
 
બારડોલીના ગુજરાતમાં પઠાણ કબ્રસ્તાનમાં શુક્રવારે 17 કાગડાના મોત થયા હતા. દક્ષિણ ગુજરાતમાં ગત ત્રણ દિવસોમાં 40 કાગળા અને બે બગલાના મોત થઇ ચૂક્યા છે. તેનાથી બર્ડ ફ્લૂની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે હજુ સુધી પુષ્ટિ થઇ નથી.