શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 9 જૂન 2022 (15:45 IST)

Atal Pension Yojana- જો 5000 રૂપિયાની પેંશન જોઈએ છે તો દર મહિને જમા કરો માત્ર 210 રૂપિયા

અટલ પેન્શન યોજના (APY)  જો તમે રોજ 7 રૂપિયા બચાવો તો તમે તમારા વૃદ્ધાવસ્થા માટે કંઈક સારુ કરી શકો છો. આ એક કપ ચા કે એક સિગરેટની કિમંતથી પણ કદાચ ઓછુ છે.  તમે અટલ પેશન યોજના હેઠળ આવુ કરી શકો છો.  એક કપ ચા ની કિમંતથી પણ ઓછામાં તમે દર મહિને 5000 રૂપિયા મેળવી શકો ક હ્હો. એટલે દર વર્ષે 60000 રૂપિયા. મોદી સરકારની આ ય ઓજના આમ તો અસંગઠિત ક્ષેત્રમાં કામ કરનારાઓ માટે હતી. પણ હવે તેમા 18થી 40 વર્ષની કોઈપણ ભારતીય નાગરિક રોકાણ કરી પેશનનો લાભ ઉઠાવી શકો છો. 
 
જેટલા જલ્દી જોડાશો એટલા વધુ મળશે ફાયદો 
 
અટલ પેશન યોજનાનો વધુમાં વધુ ફાયદો ઉઠાવવા માટે તમારે આ જલ્દી શરૂ કરવુ પડશે. જો તમે 18 વર્ષની વયમાં અટલ પેશન યોજનામાં જોડાય જાવ છો તો તમને આ યોજનામાં દર રોજ 7 રૂપિયા જમા કરીને દર મહિને 5000 રૂપિયા પેશન મળી શકે છે. આ માટે તમારે દર મહિને 210 રૂપિયા જમા કરવા પડશે. 60 વર્ષની વય પછી તમને દર મહિને 5000 રૂપિયા માસિક પેંશન મળશે.   દર મહિને 1000 રૂપિયાની માસિક પેશન માટે દર મહિને ફક્ત 42 રૂપિયા જમા કરવા પડશે.  બીજી બાજુ 2000 રૂપિયા પેંશન માટે 84 રૂપિયા, 3000 રૂપિયા માટે 126 રૂપિયા અને 4000 રૂપિયા માસિક પેશન માટે દર મહિને 168 રૂપિયા જમા કરવા પડશે. 
 
કોણ ઉઠાવી શકે છે લાભ 
 
આ યોજનામાં 18થી 40 વર્ષના કોઈ પણ ભારતીય નાગરિક રોકાણ કરી પેંશનનો લાભ ઉઠાવી શકે છે. જેમની પાસે બેંક કે પોસ્ટઓફિસમાં એકાઉંટ છે. આ યોજનામાં 60 વર્ષ પછી જમાકર્તાઓને પેશન મળવી શરૂ થાય છે. આ સ્ક્રીમમાં પેંશનની રકમ તમારા દ્વારા કરવામાં આવેલ રોકાણ અને તમારી વય પર નિર્ભર કરે છે. 
 
 
વધુમાં વધુ કેટલો લાભ મળશે. 
 
આ યોજના હેઠળ ઓછામાં ઓછા 1000 રૂપિયા, 4000 રૂપિયા અને વધુમાં વધુ 5000 રૂપિયા માસિક પેંશન મળી શકે છે. કેન્દ્ર સરકારે આ યોજનાની શરૂઆત મે 2015માં કરી હતી. આ પેંશન યોજના માટે જો તમે રજિસ્ટ્રેશન કરાવવા માંગો છો તો તમારી પાસે બચત ખાતુ, આધાર નંબર અને મોબાઈલ નંબર હોવો જોઈએ.