1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 1 જૂન 2022 (15:42 IST)

Video- કાંગ્રેસ નેતા ભરત સિંહ સોલંકીને પત્નીએ બીજી મહિલાની સાથે પકડાયો

Photo : Twitter

ગુજરાત કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી લગ્નેત્તર સંબંધથી ફરી વિવાદમાં, ફરી કેટલાક વીડિયો વાયરલ થયાં
 
કોંગ્રેસના નેતા તેમજ ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીને તેમના પત્ની રેશ્મા પટેલે પરસ્ત્રી સાથે રંગેહાથ ઝડપી લીધા હોવાનો એક ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે. આ વિડીયો મંગળવાર સાંજનો હોવાનું કહેવાઈ રહ્યું છે. જોકે આ વિડીયો ક્યારનો છે અને કોણે રેકોર્ડ કર્યો તે અંગે કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત નથી થઈ શકી.ભરતસિંહ સોલંકી અને તેમની પત્ની રેશ્મા પટેલ વચ્ચે પરસ્ત્રીને લઈને થયેલી જોરદાર બબાલની વિડીયો ક્લીપ સોશિયલ મીડિયામાં વહેતી થઈ છે. વિડીયો ક્લિપમાં રેશ્મા પટેલ ભરતસિંહના ઘરમાં દરવાજો ખોલી પ્રવેશે છે અને ઘરમાં રહેલી એક યુવતી સાથે ઝપાઝપી શરૂ કરે છે તેમ દેખાઈ રહ્યું છે. ક્લિપમાં રેશ્મા પટેલ યુવતીને એમ કહેતા સંભળાય છે કે, 'તે મારો નથી થયો.. તેના માટે મેં આખી દુનિયા છોડી દીધી.. મારો બાપ પણ મરી ગયો.. જેવી દશા મારી થઈ તેવી જ દશા તારી પણ થશે.' યુવતી રેશ્મા પટેલને આન્ટી કહીને પણ સંબોધે છે, જેના જવાબમાં રેશ્મા પટેલ તેને એમ કહેતા સાંભળી શકાય છે કે, 'તું મને આન્ટી કહે છે તો પેલો તારો દાદો ના થયો?'કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ માધવસિંહ સોલંકી અને તેમના પત્ની રેશ્મા વચ્ચેનો વિવાદ ખૂબ જ ચકચાર મચાવી રહ્યો છે. ભરતસિંહ સોલંકીએ ગત વર્ષે એક જાહેર નોટિસ દ્વારા પોતાની પત્ની સાથે કોઈએ નાણાંકીય લેવડ-દેવડ કે અન્ય સંબંધો રાખવા નહીં તેવી જાહેરાત કરી હતી. નોટિસમાં તેઓ ચારેક વર્ષથી સાથે નથી રહેતા અને રેશ્મા પટેલ મનસ્વી વર્તન કરે છે તેવો દાવો પણ કરવામાં આવ્યો હતો.
 
ગુજરાતના પૂર્વ કાંગ્રેસ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી રહેલા ભરતસિંહ સોલંકીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે આ વીડિયો તેમની પત્ની રેશમા પટેલએ બનાવ્યો છે. ભરતસિંહ સોલંકી પર રેશમા પટેલએ આરોપ લગાવ્યો છે કે તે બીજી યુવતી સાથે સંબંધ રાખે છે જેને લઈને બન્ને વચ્ચે કાનૂની લડત ચાલી રહી છે. 
 
ચેહરો છુપાવવાની કોશિશ કરે છે મહિલા 
રેશમા પટેલની સથે ગયેલ લોકો મહિલાનો વીડિયો બનાવે છે મહિલા કોઈ રીતે તેમનો ચેહરો છુપાવવાની કોશિશ કરે છે. આટલામાં રેશમા મહિલાની પાસે જઈને તેને એક થપ્પડ મારી નાખે છે.