શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 1 જૂન 2022 (11:35 IST)

ભાવનગરના નવાબંદર રોડ પર ટ્રક સાથે કાર ધડાકાભેર અથડાઇ, ચારના મોત

ભાવનગર શહેરની નજીક આવેલ નવાબંદર રોડ આજે વહેલી પરોઢે સ્વીફ્ટ કાર અને ટ્રક વચ્ચે અકસ્માતની ગોઝારી ઘટના બની છે અને જેમાં ચાર લોકોના સ્થળ પર મોત નિપજ્યા છે. કારમાં સવાર ચારેય લોકો નવાબંદરથી ભાવનગર તરફ જતા હતા અને ખાલી ટ્રક નવાબંદર કોલસા ભરવા જઈ રહી હતી ત્યારે આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો.હૈયું હચમચાવતી ઘટનાની મળતી વિગતો મુજબ ભાવનગર શહેરના નવાબંદર રોડ પર આજે વહેલી સવારે સ્વીફ્ટ કાર નં. GJ04 CJ 1922 અને ટ્રક નંબર GJ03 AZ 6153 વચ્ચે ધડાકાભેર અકસ્માતની દુર્ઘટના સર્જાઇ છે. સ્વીફ્ટ કારમાં સવાર ચાર લોકોના સ્થળ પર મોત નિપજ્યા હતા

બનાવને લઈ 108 અને પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે.હાલ કારમાં સવાર ચાર લોકોના ફસાયેલા મૃતદેહને બહાર કાઢી પીએમ અર્થે ભાવનગર સિવિલ હોસ્પિટલમાં મોકલાયા છે. ઘટનાને પગલે પંથકમાં અરેરાટી મચી જવા પામી છે. મૃતકોના પરિવારજનોમાં આ કારમા બનાવને પગલે ભારે શોક વ્યાપી જવા પામ્યો છે.