ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 16 મે 2022 (15:23 IST)

છાશ પીવાથી 500 લોકોને ફૂડ પોઈઝન

buttermilk benefits
ભાવનગરના સિંહોરમાં 500 થી વધુ લોકોને એકસાથે ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. ભાવનગરના ફેમસ મુનિ પેંડાવાળાની છાશ પીવાથી એકસાથે 500 લોકોની તબિયત લથડી હતી. ત્યારે રવિવારથી સોમવાર દરમિયાન સિંહોરની તમામ હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ ગઈ હતી. તેમજ આરોગ્ય તંત્ર પણ દોડતુ થયુ હતું. 
 
સિહોરમાં ત્રણ અલગ અલગ પ્રસંગો હતા. લીલીપીર સહિતના વિસ્તારમાં લગ્નપ્રસંગમાં જમણવાર બાદ છાશ રાખવામાં આવી હતી. જેને પીધા બાદ લોકોની તબિયત બગડી હતી. પ્રસંગ બાદ લોકોને ઝાડા ઉલટી થવા લાગ્યા હતા. ત્યારે સારવાર માટે તમામને સિહોરના દવાખાનામાં લઈ જવાયા હતા.
 
રાત પડતા પડતા તો સિહોરની તમામ હોસ્પિટલો ભરાઇ ગઇ હતી. આ કારણે પોલીસ તથા આરોગ્ય વિભાગ બંને દોડતા થયા હતા. ફૂડ પોઇઝનિંગની અસર નાના બાળકોમાં વધારે જોવા મળી હતી.