સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 16 જાન્યુઆરી 2021 (11:35 IST)

આજથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોના વેક્સિનેશન આપવાની કામગીરી શરૂ, 100 લોકોને વેક્સિન અપાશે

આજથી અમદાવાદમાં વેક્સિનેશનની કામગીરી શરૂ કરવામાં આવશે. અમદાવાદ અસારવા સિવિલ હોસ્પિટલમાં વેક્સિન માટેની તૈયારી શરૂ થઈ ગઈ છે. આજે 100 લોકોને વેક્સિન આપવામાં આવશે.સિવિલના ટ્રોમાં વોર્ડમાં સવારથી જ સ્ટાફને એલર્ટ રાખવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વેક્સિનને ઓનલાઈન શરૂઆત કર્યા બાદ વેક્સિન શરૂ થશે. હાલ પેરા સિવિલ હોસ્પિટલમાં સ્ટાફને વેક્સિન આપવામાં આવશે. ત્યારબાદ અન્ય લોકો માટેની વ્યવસ્થા કરવામાં આવશે.
 
અમદાવાદ સિવિલના સુપ્રિટેન્ટેન્ડ જે.પી મોદી, એડિશનલ મેડિકલ સુપ્રિટેન્ડન્ટ સહીત 11 ડૉક્ટરો રસી લેશે. તે ઉપરાંત હેલ્થ વર્કરોને પણ વેક્સિન આપવામાં આવશે. પ્રથમ તબક્કામાં વેક્સિન આપ્યા બાદ તેમને અડધો કલાક ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે. હાલ પેરા સિવિલ હોસ્પિટલમાં સ્ટાફને વેકસીન આપવામાં આવશે .ત્યાર બાદ અન્ય લોકો માટેની વ્યવસ્યા કરવામાં આવશે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગના ડેપ્યૂટી મ્યુનિસિપલ કમિશનર ડો. ઓમપ્રકાશે કહ્યું હતું કે શહેરમાં 20 હોસ્પિટલમાં વેક્સિનેશન કેન્દ્ર ઉભા કરવામાં આવ્યા છે જેમાં એક સેન્ટરમાં વધુમાં વધુ 100 જેટલા આરોગ્યકર્મીઓને વેક્સિન આપવામા આવશે. જે પણ સ્વસ્થ અને નિરોગી હોય એવા તમામ આરોગ્યકર્મીને વેક્સિનેશન આપવામા આવનાર છે અને તેની તમામ તૈયારીઓ લગભગ પૂર્ણ કરી દેવામાં આવી છે. જો લાભાર્થીને વેક્સિનેશન બાદ કોઈ પણ પ્રકારની આડઅસર જોવા મળે તો તેઓને તુરંત સારવાર મળી રહે તે માટે 104 અથવા 14499 નંબર પર કોલ કરી જાણ કરશે. જેથી તેને તાત્કાલિક સારવાર મળી રહે. આ ઉપરાંત તે અંગર્ગત યોગ્ય કાર્યવાહી પણ કરી શકાય. જો લાભાર્થીને વધુ સારવારની જરૂર પડશે તો નજીકના મ્યુનિસિપલ સંચાલિત હોસ્પિટલમાં લઇ જવામાં આવશે. જ્યારે સિવિલ હોસ્પિટલના RMO ડો. જે.પી મોદીએ જણાવ્યું હતું કે, નવા ટ્રોમા સેન્ટર ખાતે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની હાજરીમાં વેક્સિનેશનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. વેક્સિન આપવામાં માટે વેક્સિનેશન રૂમ, વેઈટીંગ રૂમ અને વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં વેક્સિનની કોઈ આડઅસર સામે આવી નથી પરંતુ જો કોઈ આડઅસર જેવું હશે તો તેની પણ તાત્કાલિક સારવારની વ્યવસ્થા પણ કરવામાં આવી છે