સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 12 ફેબ્રુઆરી 2022 (18:32 IST)

પૂર્વ CM રૂપાણીએ લાગુ કરેલી બિન ઉપજાઉ જમીનને ઉપજાઉ કરવાની યોજના બંધ

પૂર્વ CM રૂપાણીએ લાગુ કરેલી મહત્વની યોજના વર્તમાન સરકારે કરી બંધ, મહેસૂલ અને કૃષિ વિભાગના સંકલન અભાવનું પરિણામ, બિન ઉપજાઉ જમીનને ઉપજાઉ કરવાની યોજનાનું સુરસુરિયું. મહેસૂલ અને કૃષિ વિભાગનું સંકલન ન જળવાતાં યોજના બંધ
 
પુર્વ CMએ લાગુ કરેલી યોજના વર્તમાન સરકારે બંધ કરી. પૂર્વ સીએમ રૂપાણીએ 19 જાન્યુઆરી 2021ના રોજ બાગાયત વિકાસ મિશન યોજના ની જાહેરાત કરી હતી જેમાં રાજ્યના કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને સુરેન્દ્રનગર જેવા જિલ્લાઓમાં પિયત પાણી આપવાની યોજનાની સફળતાને પરિણામે આ વિસ્તારોની બિન ઉપજાઉ જમીનોને પણ આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી ફળ-ઝાડની વાડીમાં પરિવર્તીત કરવામાં આવી હોવાનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો. જાહેરાત વખતે કહ્યું હતું કે, હવે રાજ્ય સરકારે આ જિલ્લાઓમાં આવેલી બિન ઉપજાઉ ઉજ્જડ-બંજર પડતર સરકારી જમીનોમાં પણ અદ્યતન ટેકનોલોજીના સમન્વયથી બાગાયતી ઔષધિય પાક સમૃદ્ધિ દ્વારા નવઘડતર અને ખેડૂતોની આવક બમણી કરવા, રોજગારસર્જન વધારવા આ મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશનની પહેલ કરી છે. પણ હાલ સમયે અનેક વિસંગતતા હોવાને કારણે યોજના બંધ કરી દેવામાં આવી હોવાની માહિતી મળી રહી છે