શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 18 જુલાઈ 2017 (17:16 IST)

EDI ગાંધનગરથી લોન્ચ થયો ‘Boost Your Business Through Facebook’

મુખ્યમંત્રી  રૂપાણીએ ર૧મી સદીમાં સોશ્યલ મિડીયાના માધ્યમથી લઘુ નાના-મધ્યમ ઊદ્યોગ-વ્યવસાયકાર યુવાઓને વિશ્વ વેપારની તક ઝડપી લેવા આહવાન કર્યુ છે.  આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યુ કે, સોશ્યલ મિડીયાના ફેસબૂક જેવા માધ્યમ પર વેપાર-કારોબાર વ્યવસાયના વ્યાપથી વિશ્વના કોઇપણ ખૂણે ઉપભોકતાને પ્રોડકટ-ઉત્પાદન પહોચાડવા યુવા સાહસિકો આઉટ ઓફ બોક્ષ થિકીંગ કરે તે સમયની માંગ છે.તેમણે ગાંધીનગરમાં એન્ટરપ્રેનીયોરશીપ ડેવલપમેન્ટ ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડીયા EDI અને ફેસબૂકના સંયુકત ઉપક્રમે ‘બૂસ્ટ યોર બિઝનેસ થ્રુ ફેસબૂક’નું લોન્ચીગ કર્યુ હતું.  તેમણે અપેક્ષા વ્યકત કરી કે, આ લોન્ચીગને પરિણામે આવનારા દિવસોમાં ૧ લાખ જેટલા સ્મોલ એન્ટરપ્રેનીયોર્સ ફેસબૂક પર પોતાનો વ્યવસાય વિકસાવીને ભારતીય અર્થતંત્રને નવું બળ આપશે.


પીએમના મેઇક ઇન ઇન્ડીયા અને ન્યૂ ઇન્ડીયાના સંકલ્પને પણ આના પરિણામે વેગ મળશે તેવો વિશ્વાસ  રૂપાણીએ વ્યકત કર્યો હતો.  રૂપાણીએ ફેસબૂકથી વેપાર-વ્યવસાય પ્રોત્સાહનની છણાવટ કરતા કહયું કે, સોશિયલ મીડીયા માર્કેટીંગ-ઇ-માર્કેટીંગથી યુવા સાહસિકોને પણ આર્થિક લાભ થશે, તેમની પ્રોડકટની માંગ અનુસાર ગુણવત્તા સુધારવાનો અવકાશ રહેશે તેમજ કોમેન્ટ બોક્ષથી ઉપભોકતાઓ સાથે સીધો સંવાદ કરીને ફર્સ્ટ હેન્ડ રિએકશન જાણી શકાશે.  રૂપાણીએ ગુજરાતીઓના જિન્સમાં જ વેપાર વણજ કૌશલ પડેલા છે તેનો વિશેષ ઉલ્લેખ કરીને ઉમેર્યુ કે, આ સોશિયલ મિડીયા ફેસબૂક દ્વારા યુવા સાહસિકોના સપનાને નવી ઊડાન મળશે અને ઘેરબેઠાં વિશ્વ વેપારનું આગવુ મંચ પણ તેમને વધુ સક્ષમ બનાવશે. એ અર્થમાં આ માધ્યમ ‘સસ્તુ ભાડું ને સિધ્ધપૂરની યાત્રા’ જેવું બનશે.