રવિવાર, 24 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 08
  4. »
  5. પ્રજાસત્તાક દિન
Written By વેબ દુનિયા|
Last Modified: શુક્રવાર, 25 જાન્યુઆરી 2008 (18:29 IST)

પ્રજાસત્તાક દિનની શુભેચ્છાઓ-રાજ્યપાલ

મુખ્યપ્રધાને પણ 59માં પ્રજાસત્તાક દિનની શુભેચ્છા પાઠવી

PRP.R

ગાંધીનગર(એજંસી) ગુજરાતના રાજ્યપાલ નવલ કિશોર શર્માએ અને મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યની જનતાને 59માં પ્રજાસત્તાક દિનની શુભેચ્છા પાઠવી હતી. રાજ્યપાલે તેમના સંદેશામાં કહેલું કે, ગુજરાતે વર્ષ 2007-08 માટે રાજ્ય વાર્ષિક યોજનામાં પોષણ, હાઉસિંગ , પ્રાથમિક શિક્ષણ અને પીવાના પાણી સહીતની સામાજીક સેવાઓને પ્રાથમિકતા આપી છે. તે સીવાય રાજ્યે ઓઈલ અને ગેસ ક્ષેત્રમાં પણ સારી કામગીરી કરી છે. રાજ્યે ગેસ આધારીત અર્થતંત્ર વિકસાવવા માટે ગુજરાત રાજ્ય પેટ્રોનેટ લીમીટેડની સ્થાપના પણ કરી છે.


પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યપાલે પોતાના સંદેશામાં જણાવ્યું હતું કે જો તમામ રાજ્યો એક સાથે પ્રગતી સાધે તો જ આપણા દેશનો વિકાસ શક્ય છે. ઘણાં રાજ્યો દેશની વિકાસપ્રક્રિયામાં પોતાનું યોગદાન આપી રહ્યાં છે અને મને એ જણાવતાં આનંદ થાય છે કે રાષ્ટ્રના ઝડપી વિકાસમાં યોગદાન આપવામાં ગુજરાત અગ્રેસર છે.


રાજ્યમાં પેટ્રોલિયમ યુનિવર્સિટીની સ્થાપના કરવાનો નિર્ણય પણ આ જ દિશામાં લેવામાં આવ્યો છે. ગુજરાત નવી વીજ યોજનાઓ લાગુ કરીને વીજ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ પગલાં લઈ રહ્યું છે. પવન ઉર્જા દ્વારા પણ વિજનું ઉત્પાદન કરવાનો નિર્ણય પણ પ્રશંસનીય છે.