શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 08
  4. »
  5. પ્રજાસત્તાક દિન
Written By ભાષા|

સચિન - વિશ્વનાથ આનંદને પદ્મ વિભૂષણ

13ને પદ્મ વિભૂષણ, 35 પદ્મ ભૂષણ અને 71ને પદ્મ શ્રીને સન્માનિત કર્યા

નવી દિલ્હી (ભાષા) આજે ભારતના પ્રખ્યાત અને સન્માનિય 13 લોકોને પદ્મ વિભૂષણ અને 35ને પદ્મ ભૂષણ અને 71 હસ્તિઓને પદ્મ શ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે. જેમાં ક્રિકેટના મહાન ખેલાડી સચીન તેંદુલકર, ચેસના નંબર વન ખેલાડી વિશ્વનાથ આનંદ, એવરેસ્ટ સર કરનાર પહેલા વ્યક્તિ એડમંડ હિલેરી, વિદેશ મંત્રી પ્રણવ મુખર્જી, આંતરરાષ્ટ્રીય પરમાણું ઉર્જા આયોગના પ્રમુખ આર. કે. પચોરી, ઈન્ફોસિસના નારાયણ મૂર્તિ, ગાયિકા આશા ભોંસલે, રતન ટાટા, લક્ષ્મી નારાયણ મીત્તલ સહિત 35 વ્યક્તિઓને પદ્મ વિભૂષણથી સન્માનવામાં આવ્યા છે.

ભારત રત્ન પછી સૌથી પ્રતિષ્ઠિત નાગરિક સન્માન પદ્મ પુરસ્કારોની ઘોષણા કરી દેવામાં આવી છે. જેમાં રમત જગત, મીડિયા, સિનેમા, કોર્પોરેટ , સાયન્સ અને રાજનીતિ સાથે જોડાયેલી ઘણી જાણીતી હસ્તિઓ શામેલ છે.

જેમાં વિક્રમ પંડિત, શિવ નડાર, નિર્મલ કુમાર ગાંગુલીને પદ્મ ભૂષણ અને માધુરી દીક્ષિત, મનોજ શ્યામલન નાઈટ, ટોમ અલ્ટર, નિરૂપમ વાજપેયી,, પી.કે.નાંબિયાર, અમિતાભ મટ્ટૂ, હંસરાજ હંસ અને જતિન ગોસ્વામી વગેરેને પદ્મ શ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે.