26 જાન્યુઆરી 1950ને ત્રણ વર્ષની અથાગ મહેનત પછી આપણું સંવિધાન અમલમાં આવ્યુ હતુ. આપણા દેશના કાયદાનુ પાલન કરવુ બધા દેશવાસીઓનુ કર્તવ્ય છે. કાયદો કહો કે નિયમથી જ કોઈ દેશ, સમાજ, પરિવાર ચાલે છે. જ્યાં કાયદો નથી કે કાયદાનો વિરોધ-ઉલ્લંઘન કરનારા લોકો વધુ છે તો સમજો ત્યાં જંગલ રાજ છે.
આપણી જવાબદારી - જો તમે સ્વતંત્રતાપૂર્વક સુરક્ષિત અને સુવિદ્યાજનક સુખી જીવન જીવવા માંગો છો તો કાયદાનુ સન્માન અને પાલન કરવુ જરૂરી છે. ઘણા દેશ એવા છે જેમણે પોતાના ત્યાંના કાયદાનુ સન્માન કે પાલન નહોતુ કર્યુ તેથી તે વિખરાય ગયુ, અને આજે પણ ત્યાં કાયદાનુ રાજ્ય નહી લાઠીનુ રાજ્ય ચાલે છે. કાયદાની રક્ષાની જવાબદારી જનતાની હોય છે. જનતા જ પોલીસ અને રાજનીતિજ્ઞને પસંદ કરે છે. પ્રજા જ કુખ્યાત અને પ્રખ્યાત લોકોને જન્મ આપે છે, તેથી પ્રજાની જ જવાબદારી છે કે કાયદાનુ પાલન કરે અને કરાવડાવે.
બધા શ્રેષ્ઠ છે - જવાહરલાલ નેહરુથી માંડીને મનમોહન સિંહ સુધીના અમારા બધા જ પ્રધાનમંત્રી સારા રહ્યા છે. દોષ કાઢવો હોય તો બધાના કાઢી શકાય છે. જોવા જઈએ તો ભારતની એક અરબ પ્રજામાંથી દરેકના દોષ કાઢી શકાય છે, પરંતુ આપણે એ જોવુ જોઈએ કે આપણે 60 વર્ષ પહેલા ક્યા હતા અને આજે ક્યાં છે. રેડિયો નહોતો, હવે કોમ્પ્યુટર અને મોબાઈલના માધ્યમથી આપણે દુનિયાને મુઠ્ઠીમાં લઈને ફરીએ છીએ.
PTI
દેશની ઉપલબ્ધિ - ખાણોમાંથી દુનિયાના શ્રેષ્ઠ સુવર્ણ અને હીરા શોધતા શોધતા આપણે ચંદ્ર પર પાણી શોધી લીધુ છે અને હવે મંગળ પર શોધવાનુ મન બનાવી લીધુ છે. ઓસ્કર માટે કોઈ આપણને પૂછતુ નહોતુ હવે આપણે ઓસ્કરને પૂછતા નથી. અભિનવ બિન્દ્રાએ સુવર્ણ પર નિશાન તાકી બતાવી દીધુ કે ઓલમ્પિક તો માત્ર રમત જ છે, ખાસ વાત તો એ છે કે દુનિયાભરનુ સ્ટીલ લક્ષ્મી મિત્તલના ખિસ્સામાં છે. સોયથી લઈને અંતરિક્ષ શટલયાન સુધી હવે ભારતીય વગર નથી બનાવી શકાતુ.
સ્ત્રીઓની પ્રગતિ - મહિલા ને પુરૂશની સમાનતાનુ જ્યાં સુધી પ્રશ્ન છે તો બીજો કોઈ પણ દેશ આપણી સાથે હરીફાઈ નથી કરી શકતુ. અંતરિક્ષથી લઈને પાતાળ સુધી ભારતીય મહિલાઓએ પોતાનો વિજય ધ્વજ લહેરાવ્યો છે. કલ્પના ચાવલાને કોણ ભૂલી શકે છે. આપણી પાસે મહિલા રાષ્ટ્રપતિ છે. દેશની સૌથી મોટી પાર્ટી કોગ્રેસની અધ્યક્ષ મહિલા છે. સંસદમાં વિરોધી પક્ષની નેતા પણ મહિલા છે. આંતરરાષ્ટ્રીય સ્તરની મહિલા લેખિકાઓની ફોજ ઉભી કરી દીધી છે અને કોર્પોરેટ જગતમાં પણ સેકડો નામ છે જે પ્રતિષ્ઠિત કંપનીની સીઈઓ છે.