{C}નેતાજી આવ્યા. આવે જ છે. કેટલાય કાર્યક્રમોમાં ભાગ લેવા. એક શાનદાર કાર્યક્રમની વચ્ચે એક સજ્જને મંચ પર ચઢીને એક માંગ પત્ર આપતા કહ્યુ - 'અન્નદાતા, કોઈ રોજગાર, મકાન, શાળા, દવાખાનુ નથી જોઈતુ. નાનકડી વિનંતી છે. ગામથી શહેર તરફ જતો રસ્તો, ગલી, કશુ પણ ચાલવા ફરવાને લાયક નથી. તમારો ઈશારો થઈ જશે તો રસ્તાની કાયા પલટાઈ જશે. ગરીબ તમને આશીર્વાદ આપશે