ગુરુવાર, 19 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 08
  4. »
  5. ગુડબાય-08
Written By વેબ દુનિયા|

આરૂષિ હત્યાકાંડ : મૂલ્યો ચીંથરેહાલ

બહુચર્ચિત આરૂષિ-હેમરાજ હત્યા કેસમાં 50 દિવસની જેલ બાદ છેવટે આરૂષિના પિતા ડો. રાજેશ તલવારને હાશકારો મળ્યો હતો. સીબીઆઇની તપાસમાં પણ ડો. રાજેશ તલાવર વિરૂધ્ધ કોઇ નક્કર પુરાવા ના મળતાં ગાઝીયાબાદની કોર્ટે તલવારને રૂ. 10 લાખના જાત મુચરકા ઉપર જામીન આપ્યા હતા. આરૂષિ અને હેમરાજની 15મી મેના રોજ અડધી રાતે હત્યા કરવામાં આવી હતી

આ સમગ્ર પ્રકરણની તપાસ કરી રહેલા સીબીઆઇના જોઇન્ટ ડાયરેકટર અરૂણ કુમારે જણાવ્યું હતું કે, તપાસમાં ઘરેલુ નોકરોની ભૂમિકા શંકાસ્પદ જણાતાં ધરપકડ કરાઇ હતી. આ કેસમાં ધરપકડ કરાયેલ કમ્પાઉન્ડર કૃષ્ણા અને બાજુના મકાનના નોકર રાજકુમાર સામે સીબીઆઇ આરોપપત્ર દાખલ કરવામાં નિષ્ફળ રહેતાં કોર્ટે બંનેને જામીન આપ્યા હતા.

અત્રે ઉલ્લેખનિય છે કે, 14 વર્ષિય આરૂષિ નોઇડાની દિલ્હી પબ્લીક સ્કૂલમાં અભ્યાસ કરતી હતી. આ મામલે મીડિયાએ આરૂષિના પિતા તલવારના માથે ખૂબ માછલા ધોયા હતા.