શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 07
  4. »
  5. પુનરવલોકન-07
Written By ભાષા|

પચૌરી ન્યુઝમેકર ઓફ ધ ઇયર-નેચર

આ વર્ષે તેઓને નોબલ શાંતિ પુરસ્કાર થી સમ્માનિત કરવામાં આવ્યા

BBCBBC

લંડન (ભાષા) ખૂબજ જાણિતા પર્યાવરણવાદી અને નોબલ પુરસ્કારથી સમ્માનિત આઇપીસીસીના અધ્યક્ષ આરકે પચૌરીને બ્રિટિશ જર્નલ નેચરના ન્યુઝમેકર ઓફ ધ ઇયર 2007ના પદથી નવાજવામાં આવ્યા.

આઇપીસીસીને અમેરિકાના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અલ ગોરની સાથે આ વર્ષે નોબલ શાંતિ પુરસ્કાર થી સમ્માનિત કરવામાં આવ્યા છે. આઇપીસીસીએ આ વર્ષની શરૂઆતમાં એમની ચોથી વિશ્લેષક રિપોર્ટ જાહેર કરી હતી.

નેચરે કહ્યું કે આ રિપોર્ટ જાહેર કરવામાં ઘણા વિજ્ઞાનિકોનું કામ હતું. તે તમામ સમ્માનના હકદાર છે અને તે બધાને 10મી ડિસેમ્બરના રોજ નોબલ પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.
PTIPTI

અંત્રે ઉલ્લેખનિય છે કે, ભારતીય પર્યાવરણ પ્રેમી રાજેન્દ્રકુમાર પચૌરીની અઘ્યક્ષતાવાળી ‘યુનાઇટેડ નેશન્સ ઇન્ટર-ગવર્નમેન્ટલ પેનલ ઓન કલાઇમેટ ચેન્જ’ (આઇપીસીસી) અને અમેરિકાના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ અલ ગોરને ૨૦૦૭ના શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર માટે સંયુકત રૂપે પસંદ કરાયા છે.

જળવાયુમાં પરિવર્તનનાં જોખમો અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવાના તેમના પ્રયાસોને ઘ્યાનમાં રાખીને તેમને આ પુરસ્કાર આપવામાં આવ્યો છે.આંતરરષ્ટ્રીય પ્રયાસની જરૂર નોર્વેની નોબેલ સમિતિએ શુક્રવારે સ્ટોકહોમ ખાતે આ પુરસ્કારની જાહેરાત કરતા જણાવ્યું કે, જળવાયુ પરિવર્તનનાં જોખમોને જોતાં હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રયાસ જરૂરી બની ગયા છે. હવે, વધુ સમય સુધી આ બાબતને કાઢી નાખી શકાય તેમ નથી.

પુરસ્કારની રકમ -
આઈપીસીસી અને અલ ગૌરને પુરસ્કાર સ્વરૂપે રૂ. ૧૫.૪ લાખ ડોલર ( લગભગ રૂ. છ કરોડ) મળશે. આ પુરસ્કાર તેમને ૧૦મી ડિસેમ્બરે ઓસલોમાં યોજાનારા એક કાર્યક્રમમાં આપવામાં આવશે.

પર્યાવરણ માટે કાર્ય -
પચૌરી પર્યાવરણ માટે કામ કરતી ભારતીય સંસ્થા ‘ટાટા એનર્જી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ’ (ટેરી)ના મહાનિર્દેશક છે. ૧૯૮૧માં ટેરીમાં નિર્દેશક તરીકે જૉડાયેલા પચૌરી ૨૦૦૧માં સંસ્થાના મહાનિર્દેશક બન્યા હતા. તેઓ ૨૦મી એપ્રિલ, ૨૦૦૨ના રોજ આઈપીસીસીના અઘ્યક્ષ બન્યા. ૨૦૦૭માં તેમની અઘ્યક્ષતાવાળી પેનલે જળવાયુ પરિવર્તનનાં જૉખમોનું વણર્ન કરતો બહુપ્રતિક્ષિત એવો અહેવાલ જાહેર કર્યોહતો.

કોણ છે આ પચૌરી ? -
‍-જન્મ: ૩૦-૮-૧૯૪૦. નૈનિતાલ.
-શિક્ષણ: નોર્થ કેરોલિના સ્ટેટ યુનિવસિર્ટી, અમેરિકામાં ૧૯૭૨માં ઈન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગમાં એમએસ કર્યા બાદ, અહીંથી જ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ અને અર્થશાસ્ત્રમાં પીએચ.ડી.
-કાર્ય: ૧૯૭૪થી ૧૯૭૫ વર્ષ દરમિયાન નોર્થ કોરોલિના સ્ટેટ યુનિવસિર્ટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કામ કર્યું.

આઈપીસીસીના ચેરમેન રાજેન્દ્ર પચૌરી કહ્યું હતું કે, હું એટલો ખુશ છું કે તેનું શબ્દોમાં વણર્ન કરી શકાય તેમ નથી. અલ ગોર સાથે વિશ્વ શાંતિ પુરસ્કાર માટે મારી પસંદગી થતાં હું બહુ ખુશ છું.

અમેરિકાના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ અલ ગોરેએ જણાવ્યું હતું કે, નોબેલ પુરસ્કાર મેળવીને મારી જાતને હું બહુ ગૌરવપૂર્ણ માનું છું. પુરસ્કારમાં મળનારી તમામ રકમ જળવાયુ સંરક્ષણ માટે કામ કરતા સહયોગીઓને દાન કરી દઇશ.