શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 07
  4. »
  5. પુનરવલોકન-07
Written By વેબ દુનિયા|

ભારતનો ટ્વેંટી-20 વિશ્વ કપ-07

ભારતની પાક સામે ઐતિહાસિક જીત

PTIPTI

ભારતીય ટીમે પોતાનું શાનદાર પ્રદર્શન કરી ભારતવાસીયઓનું માથુ ગર્વથી ઉંચુ કરી દીધુ. ક્રિકેટનું નવુ સંસ્કરણ(રૂપ) ટ્વેંટી-20ના રોમાંચક મુકાબલામાં યુવા ભારતીય ટીમે પોતાના ચિર પ્રતિદ્વંદી પાકિસ્તાનને હરાવીને પહેલો ટ્વેંટી-20 વર્લ્ડ કપ જીતી લીધો, ભારતે વાંડરર્સ(જોહાંસબર્ગ)માં 24 સપ્ટેમ્બર 2007માં રમાયેલ ફાઈનલમાં પાકિસ્તાનને 5 રનોથી હરાવી ખિતાબ જીતી લીધો હતો.

ભારતે પહેલા બેટિંગ કરતા પાકિસ્તાન સામે જીતને માટે 158 રનોનું લક્ષ્ય મુક્યુ. પણ પાકિસ્તાનની ટીમ 153 રન બાનાવીને જ ઓલઆઉટ થઈ ગઈ. 4 ઓવરમાં 16 રન આપીને ત્રણ વિકેટ લેનાર ઈરફાન પઠાનને 'મેન ઓફ ધ મેચ' તરીકે પસંદ કરવામાં આવ્યો. પાકિસ્તાનના શાહિદ આફ્રિદીએ આખી ટુર્નામેંટમાં શાનદાર પ્રદર્શન કર્યુ જેને માટે તેમને 'મેન ઓફ ધ ટુર્નામેંટ' એવોર્ડ મળ્યો. મહેન્દ્ર સિંહ ધોનીના કપ્તાની હેઠળ ભારતીય ટીમે ઈતિહાસ રચતા ક્રિકેટને નવી ઉંચાઈઓ (બુલંદીઓ) પર પહોંચાડ્યો. ભારત 24 વર્ષ પછી ફરી વર્લ્ડ ચેમ્પિયન બન્યું.
NDN.D

યુવરાજ સિંહે ડરબન (દક્ષિણ આફ્રિકા)માં 19 સપ્ટેમ્બર, 2007 ના દિવસે ટ્વેંટી-20 ક્રિકેટ મેચમાં ઈગ્લેંડના ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રાઁડની એક ઓવરમાં સતત 6 છક્કા માર્યા, આ સાથે જ તેમણે દક્ષિણ આફ્રિકાના હર્શેલ ગિબ્સની એક ઓવરમાં સૌથી વધુ રન અને છક્કાના વિશ્વ રેકોર્ડની બરાબરી કરી લીધી. યુવરાજે 12 બોલમાં 50 રન બનાવીને સૌથી ઝડપી અર્ધ સદી (50 રન) બનાવવાનો રેકોર્ડ બનાવ્યો. તેમને 'મેન ઓફ ધ મેચ' નો એવોર્ડ મળ્યો.