ગુજરાતી વેબદુનિયા સર્વેમાં મોદીજી છવાયા
ભારતના પ્રથમ બહુભાષી પોર્ટલનું ઓનલાઇન સર્વેક્ષણ-07માં મોદીનો સપાટો
અમદાવાદ(વેબદુનિયા) આ વેબદુનિયા સર્વે 20મી ડિસેમ્બર થી 10મી જાન્યુઆરી સુધી કરવામાં આવ્યો હતો અને તેનું પરિણામ સોમવારે એટલે કે તા.14મી જાન્યુઆરીના રોજ જાહેર કરવામાં આવ્યું છે. તેમાં ખાસ કરીને અભિનેતા અને અભિનેત્રીઓ, ગુજરાતની આગળ પડતી હસ્તીઓમાંથી સૌથી લોકપ્રિય વ્યક્તિની પસંદગી કરવાના ઉદેશથી કરવામાં આવ્યો હતો. આ અનોખા સર્વેક્ષણમાં તમામ ભાષાઓના ઇંટરનેટ પ્રેમિઓથી મળેલા મતદાન સમાવિષ્ઠ છે. એસએમએસના આધાર પર થતા સર્વેક્ષણની સામે આ સર્વેક્ષણ તદન મફત હતો.નરેન્દ્ર મોદીને દેશના સૌથી લોકપ્રિય નેતા અને જાણીતી વ્યક્તિ તરીકે સૌથી વધારે વોટ મળ્યાં છે. ભારતના પ્રથમ બહુભાષી પોર્ટલ વેબદુનિયા ડોટ કોમે એક નવો અને અનોખો પ્રયાસ કર્યો હતો જેમાં નરેન્દ્ર મોદી મોખરે રહ્યાં હતાં. નરેંન્દ્ર મોદી ફક્ત ગુજરાતમાં જ નહિ પરંતુ આખા દેશમાં અન્ય નેતાઓની સરખામણીમાં સર્વોચ્ચ સ્થાન ધરાવે છે. તેઓ આ વર્ષે ખુબ જ ચર્ચામાં રહેવાના કારણે આખી દુનિયા પર છવાઈ ગયાં હતાં. વેદબુનિયા દ્વારા કરવામાં આવેલ જુદા જુદા સર્વેક્ષણમાં તેઓ લોકપ્રિય રાજનેતા અને ગુજરાતમાં મીડિયામાં અને ન્યુઝમાં સૌથી આગળ રહેનાર વ્યક્તિ છે તેવું જાણવા મળ્યું.આમાં ગુજરાતના જાણીતા અને પ્રખ્યાત હિરો તરીકે નરેશ કનોડીયાને વધારે વોટ મળ્યાં છે જેઓ એક જમાનામાં ગુજરાતી સિનેમાની અંદર ખુબ જ ટોચના કલાકાર હતાં. તેઓએ રમેશ મહેતા અને પરેશ રાવલને પણ પાછળ પાડી દીધા હતા. આજે પણ ગુજરાતી ફિલ્મોનું નામ લેતાની સાથે જ તેમનું નામ યાદ આવી જાય છે. ગુજરાતી ફિલ્મોમાં હિરોઈન તરીકે સ્નેહલતાને સર્વશ્રેષ્ઠ વોટ મળ્યાં છે. તેઓએ આજના જમાનાની રોમા માણેક અને અરૂણા ઈરાની પાછલ પાડીને ટોચનું સ્થાન મેળવેલ છે. તેઓ પણ ગુજરાતી ફિલ્મોમાં સૌથી ટોચના હિરોઈન તરીકે જાણીતા હતાં. આજે ભલે ગુજરાતી ફિલ્મો બનતી બંધ થઈ હોય પરંતુ સ્નેહલતાને આજે પણ લોકો ઓળખે છે. અને આજની ગુજરાતી હિરોઈનોને પાછળ છોડીને તેઓ મેદાન મારી ગયાં છે. ગુજરાતની સૌથી જાણીતી મહિલાની વાત કરીએ તો ભલે ગુજરાતમાં ઘણી જાણીતી મહિલાઓ હોય પરંતુ તેમાં મૂળ ગુજરાતની અને હાલમાં અમેરીકાના નાગરિક એવા સુનિતા વિલિયમ્સે બાજી મારી છે. તેઓએ ગુજરાતના આનંદીબેન અને મલ્લિકા સારાભાઈને પાછળ પાડીને તે વિદેશની હોવા છતાં પણ ગુજરાતના દરેક લોકો તેને ઓળખે છે. તેઓને ગુજરાતની સર્વશ્રેષ્ઠ અને વધારે પડતી પ્રખ્યાત મહિલાના સ્વરૂપે વધારે વોટ મળ્યાં છે. તેઓએ આખી દુનિયામાં ગુજરાતનું નામ ઉજાગર કર્યું છે. 1.
ગુજરાતમાં આ વર્ષે સૌથી લોકપ્રિય રાજકિય નેતા કોણ? નરેન્દ્ર મોદી (96.43%), શંકરસિંહ વાઘેલા (0.00%), કેશુભાઇ પટેલ (0.00%), સુરેશ મહેતા (0.00%), દિનસા પટેલ (3.57%). 2.
ગુજરાતી ફિલ્મોમાં સૌથી લોકપ્રિય અભિનેતા(હિરો) કોણ? નરેશ કનોડીયા (53.85%), હિતેન કુમાર (7.69%), રમેશ મહેતા (7.69%), અરવિંદ ત્રિવેદી (7.69%), પરેશ રાવલ (23.08%). 3.
ગુજરાતી ફિલ્મોમાં સૌથી લોકપ્રિય અભિનેત્રી (હિરોઇન) કોણ? સ્નેહલતા (60.00%), જયશ્રી ટી (4.00%), અરૂણા ઇરાણી (20.00%), રોમા માણેક (8.00%), આરતી છાબરિયા (8.00%). 4.
આ વષે ગુજરાતમાં કઇ હસ્તી સૌથી વધુ ન્યુઝમાં રહી છે ? અનિલ અંબાણી (17.86%), નરેન્દ્ર મોદી (75.00%), મુકેશ અંબાણી (7.14%),અર્જુન મોઢવાડિયા (0.00%), કેશુભાઇ પટેલ (0.00%). 5.
ગુજરાતની સૌથી લોકપ્રિય મહિલા કોણ ? આનંદીબેન પટેલ (29.63%), રમિલાબેન દેસાઇ (0.00%),મલિક્કા સારાભાઇ (14.81%), ઇલાબેન ભટ્ટ (7.41%), સુનિતા વિલિયમ્સ (48.15%). વેબદુનિયાના વિશે : વેબદુનિયા વિશ્વનો પ્રથમ હિન્દી પોર્ટલ છે અને ભારતનો એક માત્ર એવો પોર્ટલ, જે એક સાથે 9 ભાષાઓમાં પોતાનો પોર્ટલો ચલાવે છે. આ તમામ ભાષાઓમાં રાજકારણ, રમત, ક્રિકેટ, બોલીવુડ, ધર્મ, સાહિત્ય, જ્યોતિષ, લાઇફ-સ્ટાઇલ, કેરિયર અને આઇટી જેવા વિષયો પર ઉચ્ચ ગુણવતાવાળા સમાચાર, લેખ વગેરે તમામ ઉંમરના લોકોની ઇચ્છાઓ અને જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને પ્રકાશિત કરે છે. આ સાથે ક્રિકેટ લાઇવ સ્કોર બોર્ડ(કોમેંટ્રી), ટિકર, સર્વેક્ષણ અને મતદાન તમામ 9 પોર્ટલમાં જોઇ શકાય છે. 1.
વેબદુનિયાના 9 ભાષાઓના પોર્ટલ : http://gujarati.webdunia.com/http://hindi.webdunia.com/http://bengali.webdunia.com/http://kannada.webdunia.com/http://malayalam.webdunia.com/http://marathi.webdunia.com/http://punjabi.webdunia.com/http://tamil.webdunia.com/http://telugu.webdunia.com/2.
વેબદુનિયાની ઇ-મેલ સેવાઓ 11 ભારતીય ભાષાઓ - અસમિયા, બંગાળી, ગુજરાતી, હિન્દી, કન્નડ, મલયાલમ, મરાઠી, ઉડિયા, પંજાબી, તમિલ અને તેલુગૂ ભાષાઓમાં ઉપલબ્ધ છે. આ સર્વેક્ષણના પ્રાપ્ત પરિણામોના સંપૂર્ણ રિપોર્ટ ગુજરાતી વેબદુનિયા પોર્ટલ્સ પર તા. 14મી જાન્યુઆરીના રોજ પ્રકાશિત કરવામાં આવ્યો છે, તેને જોવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરવાથી તમે જોઇ શકો છો. વેબદુનિયા ગુજરાતી સર્વેક્ષણ-2007ના પરિણામ...