તોફાનો માટે હું જવાબદાર નથી-મોદી

એક ટી.વી ચેનલની મુલાકાતમાં મોદીએ બિન્દાસ જવાબો આપ્યા

W.DW.D

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ એક ટીવી ચેનલને આપેલા ઈન્ટર્વ્યુંમાં જે જવાબો આપ્યા તે અહીં રજુ કરવામાં આવ્યા છે. આ મુલાકાતની શરૂઆતમાં શ્રી મોદીએ કહ્યું હતું કે, તા.27મી ફેબ્રુઆરી, 2002માં ગોધરા કાંડ થયા બાદ ફાટી નીકળેલા ગુજરાતના તોફાનો માટે પોતે જવાબદાર નથી અને ત્યારબાદ તેમણે ગોઘરા કાંડને લગતા કોઈ સવાલોનો જવાબ આપ્યો ન હતો અને કહ્યું હતું કે આ અંગે જે કહેવાનું હતું તે તેઓ પહેલા જ કહી ચૂક્યા છે. જયારે કોંગ્રેસે શીખ હત્યાકાંડ બદલ માફી માંગી તેમાં કોઈ આશ્ચર્યની વાત નથી. જે ભૂલ કરે તેણે માફી માંગવી જોઈએ તેમ પોતે માનતા હોવાનું જણાવયું હતું.

પ્રશ્ન - ગુજરાતની ચૂંટણીમાં તેઓએ વિકાસના મુદ્દાને પડતો મૂકીને સૌરાબુદ્દીન અને આતંકવાદને મુદ્દો શા માટે બનાવી લીધો ?
જવાબ - સોનિયા ગાંધીની રેલી યોજાઈ તે પહેલા તેઓ દરેક જગ્યાએ માત્રને માત્ર વિકાસની જ વાત કરતા હતા. પરંતુ સોનિયા ગાંધીને મારા માટે મોતના સોદાગર જેવા શબ્દોનો પ્રયોગ કર્યો એટલે તેમણે પણ ઈંટનો જવાબ પથ્થરથી આપ્યો હતો. તેમણે કહ્યું કે તેઓ આજે પણ કહે છે કે જો કોંગ્રેસને સૌરાબુદ્દીન એટલો જ વહાલો હોય તો તેની મન્નત માને અને તેમના જેટલા પણ સીટીંગ એમએલએ છે તે ફરી ચૂંટાઈને આવે તો તેની કબર ઉપર જઈને ચાદર ચડાવે.

પ્રશ્ન - વિકાસનો મુદ્દો કારગત ન નીવડતા તેમને સૌરાબુદ્દીન અને અફઝલ ગુરૂને ચૂંટણીનો મુદ્દો બનાવવો પડ્યો હતો શું આ સત્ય છે ?
જવાબ - વિપક્ષ અને મીડિયા ગુજરાતમાં થયેલા વિકાસને નજર અંદાજ કરીને હરીફરીને પાછા ગાધરા કાંડ બાદના તોફાનો ઉપર આવી જાય છે. તેમણે કહ્યું કે હકિકતમાં કોંગ્રેસ ગુજરાતમાં ચૂંટણી લડતું જ ન હતું, તે પહેલા જ ગુજરાતમાંથી બહાર ફેંકાઈ ગયું છે.

કોંગ્રેસ ગુજરાતના મુદ્દાઓને આધારે પોતાની મુસ્લિમ વોટબેંક મજબુત કરી રહી હતી અને અન્ય રાજ્યોના તેની મતબેંક ઉભી કરી રહી હતી. તેઓએ કહ્યું કે, તેઓ ઈચ્છતા હતા કે ચૂંટણીનો એજન્ડા વિપક્ષ નક્કી કરે પરંતું વિપક્ષ મીડિયાનું સમર્થન હોવા છતાં મોદીને ઘેરવા માટે કોઈ એજન્ડા જ નક્કી કરી શક્યું ન હતું તેથી ચૂંટણી પ્રચારમાં વારંવાર એજન્ડા બદલતું રહ્યું હતું.

પ્રશ્ન - ચૂંટણીનો મુદ્દો વિકાસ ન રહેતા મોદી ઉપર કેન્દ્રિત શા માટે થઈ ગયો ?
જવાબ - તેમણે કહ્યું કે, કોંગ્રેસે મોદીને ચૂંટણીનો મુદ્દો બનાવ્યો હતો તેની માટે પણ તેઓ પોતે જવાબદાર નથી.

પ્રશ્ન - શું ભાજપે મોદીના ડરને લીધે વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે લાલકૃષ્ણ અડવાણીના નામની જાહેરાત કરી હતી ?
જવાબ - વડાપ્રધાન મનમોહન સિંહના આરોપ વિશે તેમણે કહ્યું કે, મનમોહન સિહે આ આરોપ લગાવવાની સાથે હકિકતો પણ રજૂ કરવી જોઈતી હતી. તેમણે વડાપ્રધાન પાસે તેમના નિવેદનોના સમર્થનમાં હકિકતો ન માંગવા બદલ મીડિયાની પણ ઝાટકણી કાઢતા કહ્યું કે, મીડિયા સોનિયા અને મનમોહન સિંહ સુંધી પહોંચી શકતું જ નથી. તેમણે મીડિયા ઉપર સતત વિપક્ષનો જ સાથ આપવાનો આરોપ લગાવ્યો હતો.

પ્રશ્ન - ગુજરાતની ચૂંટણીનો મુદ્દો વિકાસ અને માત્ર વિકાસનો જ હોવો જોઇએ? જવાબ - "હું માત્ર ગુજરાતનો સેવક છું. વિરોધીઓને જે ગાળો આપવી હોય તે આપે મને કોઈની પરવા નથી. હું ઈચ્છું છું કે આતંકવાદીઓ,માફિયાઓ અને ભ્રષ્ટાચારીઓ તેમનાથી ડરે. ગુજરાતમાં આવા લોકોને ઈંટનો જવાબ પથ્થરથી આપવામાં આવશે" તેમણે કહ્યું કે કોંગ્રેસના શાસન સમયે દર બે મહિને રાજ્યમાં કર્ફ્યુ લાગતો હતો પરંતુ છેલ્લા છ વર્ષમાં એક પણ વખત આવી સ્થિતિ ઉભી થઈ નથી. પરંતુ મીડિયાને તે બાબત નજરમાં નથી આવતી અને દર વખતે 2002ના વર્ષમાં પહોંચી જાય છે.

પ્રશ્ન - શું ગુજરાતનો શિક્ષિત વર્ગ તમારાથી ડરે છે ?
એજન્સી|
જવાબ - આ આક્ષેપનો જવાબ આપતા મોદીએ કહ્યું કે, "ગુજરાતનો શિક્ષિત વર્ગ તેમને ચાહે છે તેમનાથી ડરતો નથી. વડાપ્રધાને પણ ક્યારેય તેમની માટે રાવણ કે દુર્યોધન જેવા શબ્દો વાપર્યા નથી." વડાપ્રધાન પદના ઉમેદવારને લઈને મનમોહન સિંહે કરેલી ટિપ્પણીને મોદીએ અડવાણીને નીચું દેખાડવા જતા વડાપ્રધાને કરી લીધેલી ટીપ્પણી ગણાવતા પોતાને આટલું ઉંચું પદ આપવા માટે વડાપ્રધાનનો આભાર માનતા કહ્યું કે, પોતે એક મીશન સાથે ગુજરાતમાં કામ કરે છે કોઈ એમ્બીશન સાથે નહીં એમ કહેતા મોદીનું કહેવું હતું કે, ભાજપમાં તેમનો નંબર 1થી 100માં પણ નથી.


આ પણ વાંચો :