બાળકોને મળ્યો મારથી છુટકારો

P.R
વર્ષ 2007 બાળકોના અધિકારોને લઈને સરકારી અને ગેર-સરકારી તંત્રની સજાગતાને માટે યાદ રાખવામાં આવશે. કેન્દ્ર સરકારે આ વર્ષે રાષ્ટ્રીય બાળ અધિકાર રક્ષા પંચની સ્થાપના કરી.

પંચનો અમલ થતાં જ શાળાના માસ્ટરોના હાથથી સોટી છીનવે લેવાનો નિર્દેશ આખા દેશમાં અમલમાં લાવવામાં આવ્યો. નવી રચાયેલી બાળ અધિકાર રક્ષા પંચની કમાન મૈગસેસે પુરસ્કારથી સમ્માનિત કાર્યકર્તા શાંતા સિન્હાના હાથમાં સોંપવામાં આવી છે.

આયોગે પોતાના પહેલા મહત્વપૂર્ણ દિશાનિર્દેશમાં દેશમાં બાળકોને શારીરિક સજા આપવા પર નિયંત્રણ લગાવી દીધુ છે. હવે બાળકોને સોટીથી મારવાવાળા શિક્ષકો પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી શકે છે.

શાંતા સિન્હાએ જણાવ્યુ કે શિક્ષકે શાળામાં બાળકોને શારીરિક દંડ આપવાનો અધિકાર નથી. બાળકોને સમજાવી-પટાવીને
ભણાવવા જોઈએ. મારઝૂડ કરવાની મધ્યકાળની વિચારસરણી માટે સભ્ય સમાજમાં સ્થાન નથી.

પંચની સભ્ય સંધ્યા બજાજે જણાવ્યુ કે બાળ મજદૂરી, બાળ તસ્કરી, અને શાળામાં બાળકોનું ઉત્પીડન રોકવુ સ્થાપના વર્ષમાં પંચની મુખ્ય પ્રાથમિકતાઓ રહી.

ત્યા બીજી બાજુ માનવધિકાર પંચે નિઠારી કાંડની પુષ્ઠભૂમિમાં બાળ તસ્કરોને રોકવા માટે વ્યાપક નિર્દેશનો અમલમાં લાવ્યા. ઢાબાઓ, હોટલો વગેરે પર 14 વર્ષથી ઓછી વયના બાળકો પાસેથી કામ કરાવવાનો કાયદો ગયા વર્ષે તો રદ્દ થઈ ગયો પણ આ વર્ષે આ અધિકારે આંદોલનનું રૂપ લઈ લીધુ.

સરકારે કાયદા બનાવવામાં જેટલી ઝડપ બતાવી તેટલી બાળકોને મુક્ત કરાવવામાં નહી જોવા મળી. સરકાર પાસે દેશભરમાંથી બાંધેલી મજૂરીથી મુક્ત કરાયેલા બાળકોના આંકડાં નથી.

વર્ષ 2007માં બાળકો પર અત્યાચારોની નિઠારી કાંડ જેવી ક્રૂર ઘટના તો ન થઈ, પણ ગુજરાતની એક શાળામાં બાળકને દોડીને શાળાના ચક્કર લગાવવાની સજા આપવામાં આવી જેનાથી તેનું મૃત્યુ થઈ ગયુ. રાજસ્થાનમાં પણ એક બાળકનું શિક્ષક્ની મારથી મૃત્યુ થઈ ગયુ.

દેશના બીજા ભાગોમાંથી પણ શાળામાં બાળકોને મારવાના, કરંટ આપવાના, એચઆઈવી બાળકો પ્રત્યે ભેદભાવ રાખવાના સમાચાર આવતા રહ્યા. નિઠારી કાંડની તપાસ માટે માનવધિકાર પંચન સભ્ય પીસી શર્માના નેતૃત્વમાં રચાયેલી સમિતિએ બાળકોએને તસ્કરી અને બાળકો પર થનારા અત્યાચારોને રોકવા માટે ખૂબ ભલામણો કરવામાં આવી.

વેબ દુનિયા|
જે હેઠળ બધા રાજ્યોમાંથી ગૂમ થયેલા બાળકોના આંકડા ભેગા કરવાના, ખોવાયેલા બાળકોની અનિવાર્ય રિપોર્ટ લખવા અને તેન સંબંધે પંચને સૂચના આપવાની સલાહ આપવામાં આવી છે. માનવધિકાર પંચે કહ્યુ કે ભારતમાંથી ગુમ થનારા બાળકો અરબ દેશોમાં ઉઁટની દોડ અને બાળ વેશ્યાવૃત્તિમાં ધકેલવામાં આવી રહ્યા છે.


આ પણ વાંચો :