ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 07
  4. »
  5. પુનરવલોકન-07
Written By નઇ દુનિયા|

બેનજીરના જીવન પર એક નજર

N.D
પ્રેમ થઈ ગયો........

બેનજીરના શબ્દોમાં - ' અમારો પ્રેમ એક મધમાખીના ડંખ મારવાથી શરૂ થયો. ફક્ત ચાર દિવસની મુલાકાતમાં જ હું વિંડસર પાર્કમાં આસિફ જરદારીને મળવા ગઈ . જ્યાં આસિફ પોલો રમતા હતા. સંજોગ એ બન્યો કે એક મધમાખીએ અચાનક ક્યાંકથી આવીને મને હાથ પર ડંખ મારી દેતા મારો હાથ ફૂલી ગયો ત્યારે તે મને દાક્તર પાસે લઈ ગયો. ત્યાર પછી શરૂ થઈ ગઈ અમારી મુલાકાત... તે હસમુખ સ્વભાવના હતા અને મારી ખૂબ સંભાળ રાખતા હતા. અમારી મુલાકાતના સાતમે દિવસે જ અમારી સગાઈ થઈ ગઈ. આસિફને પાર્ટી પોલિટિક્સમાં બિલકુલ રસ નહોતો. તેમણે મને દિલના આકારની હીરાથી જડેલી એક અંગુઠી આપી હતી. મને એ નહોતુ પસંદ કે મને 'અરેંજ મેરેજ' ની સંચાલક સમજવામાં આવે.

પિતાને આપવામાં આવી ફાંસી -
બેનજીર તે પહેલી સ્ત્રી હતી, જે કોઈ મુસ્લિમ દેશની શાસનકર્તા હતી. આ સંયોગ કહો કે દુર્ભાગ્ય તેમના પિતા જુલ્ફિકાર અલી ભુટ્ટોને પણ રાવલપિંડીમાં ફાંસી આપવામાં આવી હતી અને હવે બેનજીરની હત્યા પણ ત્યાં જ થઈ. તેમના પિતા તેમને પિંકી કહેતા હતા.

ડેમોક્રેસી માટે લડીશું -
તેમની ફાંસીના એક દિવસ પહેલા રાવલપિંડીમા જેલમાં તેમણે બેનજીરની માઁ ને કહ્યુ - પિંકી રાજનીતિના દાવ-પેચ સમજવા લાગી છે. તેમણે કહ્યુ કે 'મારા બધા બાળકોને મારો પ્રેમ કહેજે. અહીં મામલો શાંત થતા સુધી તમે યુરોપ જતા રહેજો, અને પિંકીને પણ લઈ જજે. 'અમે નહી જઈએ' અમે અહી જ તમારી બનાવેલી પીપલ્સ પાર્ટીના માટે કામ કરીશુ. ડેમોક્રેસી માટે લડીશુ. ભુટ્ટોની આંખો ચમકી ઉઠી હતી. મન ભરાઈ ગયુ હતુ અને તેઓના મોઢામાંથી શબ્દો ઝરી પડ્યા - બેનજીર મારું અમૂલ્ય રતન.

4 એપ્રિલ 1979માં વહેલી સવારે જુલ્ફીકાર અલી ભુટ્ટોને ફાંસી આપવામાં આવી. તે યાદ કરતા તેમના રુંવાડા ઉભા થઈ જતા હતા. 21 જૂન 1958ના રોજ ભુટ્ટો ખાનદાનમાં જન્મેલી બેનજીર ગુલાબની પાંદડીઓ જેવી જ ગુલાબી હતી તેથી તેનું નામ પડી ગયુ પીંકી. પીંકી પછી મીર મુર્તજા, સનમ અને શાહનવાજનો જન્મ થયો હતો. પિંકી બધાથી મોટી હતી તેથી મમ્મી-પપ્પાના બહાર રહેવાથી શાળામાં અંક શીખવાની ઉંમરમાં જ સમજદાર થઈ ગઈ હતી.

કોન છે ભુટ્ટો -
તેને વડીલો પાસેથી સાંભળ્યુ હતુ કે ભુટ્ટો એક જાતિ છે. આ લોકો સિંધના ખેડૂતો-જમીનદારો સુધીનો એક બધી રીતે સમૃધ્ધ ભાગ છે. કદાચ આ રાજપૂત જેવા છે, એવા રાજપૂત જે મુસ્લિમ ધર્મ સ્વીકારી ચૂક્યા છે. અથવા તો એવા અરબોની સંતાનો જે સિંધ હોવા છતાં હિન્દુસ્તાનમાં આવ્યા હતા. સરદાર દોદો ખાનથી પિંકીના પરિવારની વંશાવલી શરૂ થતી હતી.
N.D


રાજકારણ શીખ્યા પત્રો દ્વારા -
મુરીના ખુશીના વાતાવરણમાં બોર્ડિગ શાળામાં પોતાની બહેન સનમની સાથે ભણતા, બજરિયા પપ્પાના પત્રમાં પિંકીએ રાજકારણનો પહેલો પાઠ શીખ્યો હતો. 1965માં જ્યારે ભારત-પાકિસ્તાન યુધ્ધ થયુ હતુ, ત્યારે સૈનિકોની બહાદુરીની વાતો સાંભળી તે ઉત્તેજિત થઈ જતી હતી. હાવર્ડમાં તેમણે સલવાર-સૂટ છોડીને જીંસ-શર્ટ પહેરવાનું શરૂ કરી દીધુ હતુ. પીપરમીંટ આઈસ્ક્રીમના કોન પેટ ભરીને ખાતી હતી.