એશને આગામી વર્ષની ખૂબ-ખૂબ શુભેચ્છાઓ

અભિષેક જ મારા જીવનનો સાચો હીરો છે : એશ્વર્યા

IFM
એશબેબી આજકાલ હવામાં ઉડી રહી છે. લગ્ન પછી ખરેખર એશની જીંદગી બદલાઈ ગઈ છે. એશને પોતાના સાસરીયા એટલે કે બચ્ચન પરિવાર અને પતિ અભિષેક માટે ખુબ જ ગૌરવ છે અને માન પણ છે. લાગે છે કે એશ પોતાને એક આદર્શ વહુ સાબિત કરવા માંગે છે. એશ સાથેની એક વાતચીતમાં એશ્વર્યાએ મન ભરીને પોતાના પતિ અને બચ્ચન પરિવાર વિશે વાતચીત કરી. આ ઉપરાંત દેવદાસમાં તેની હરિફ રહી ચૂકેલી અને આજા નચલેથી પુર્નરાગમન કરેલ માધુરી વિશે પણ એશે ઘણુ બધુ કહ્યું. એશ કહે છે કે તેને માધુરીના પુર્નરાગમનનો કોઈ ડર નથી.

એશનું કહેવું છે કે માધુરીના બોલિવુડમાં પુર્નરાગમનથી તે જરાય ભરભીત નથી. આ બાબતે એશ કહે છે કે "મને તેનાથી કોઈ ભય નથી ઊલ્ટુ હું તો માધુરીને શુભેચ્છા પાઠવવા માંગુ છુ અને સફળતા માટે વીશ કરવા ઈચ્છુ છું."

એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે એશ પોતાના પતિ અભિષેકને હોલિવુડમાં ફિલ્મો મળે તે માટેના પ્રયત્નો કરી રહી છે. એશ આ બાબત સાથે જરાય સહમત નથી. તે કહે છે કે "હું અભિષેકને ક્યાંય પ્રમોટ કરતી નથી. આ એકમાત્ર અફવા જ છે. અભિષેક ખુબ સારો કલાકાર છે અને તે પોતાના દમ પર હોલિવુડમાં રોલ મેળવી શકે તેટલી લાયકાત ધરાવે છે."

એશની હોલિવડ ફિલ્મ લાસ્ટ લીજીઓન્સ આવતા વર્ષે રીલીઝ થવાની છે. એશ માટે એવું પણ કહેવાઈ રહ્યું છે કે તેની મીટ હવે હોલિવુડ ભણી છે. એશ આ વાતને પણ માત્ર અફવા જ ગણે છે. એશ કહે છે કે "હું મારો બેઈઝ ક્યાય શીફ્ટ કરી રહી નથી. હું બોલિવુડમાં જ છું. મેં ઘણી તમિળ ફિલ્મો કરી છે અને હાલ હું હોલિવુડની ફિલ્મો કરી રહી છું પરંતુ તેનો મતલબ એ નથી કે હું ક્યાય શીફ્ટ થઈ રહી છું. હું બોલિવુડમાં જ છું. અને ત્યાં જ રહેવા માંગુ છું."

નોંધનીય છે કે એશે 1997માં આવેલી ફિલ્મ ઔર પ્યાર હો ગયાથી બોલિવુડમાં કદમ મૂક્યો હતો અને તે દરમિયાન જ એશે તમિળ ફિલ્મ ઈરૂવરમાં પણ કામ કર્યુ હતું. આ ઉપરાંત એશ તેની આવતા વર્ષની શરૂઆતમાં રીલીઝ થનારી પીરીયડ ફિલ્મ જોધા અકબર વિશે પણ ખુબ જ ઉત્સાહિત છે. જો કે એવા સમાચારો હતાં કે ફિલ્મના શુટિંગ દરમિયાન એશને અભિનેતા રીતીક રોશન સાથે મતભેદો ઊભા થયા હતાં. પરંતુ વાતચીત દરમિયાન એશે આ બાબતે કશું પણ કહેવાનું ટાળ્યું હતું.

ફિલ્મ બાબતે એશ કહે છે કે જોધાનો રોલ એ મારા માટે ખુબ જ મહત્વનો અને ડ્રીમ રોલ છે. જોધા અને અકબર વચ્ચે સાંસ્કૃતિક અને ધાર્મિક મતભેદો હોવાના છતાં બન્ને વચ્ચેનો પ્રેમ એ ખુબ જ રસપ્રદ બાબત હતી. ફરીથી માધુરી વિશે વાત કરતા એશે એમ પણ કહ્યું કે જો સારી સ્ક્રીપ્ટ હસે તો તે માધુરી સાથે કામ કરવાની તક ચોક્કસ ઝડપી લેશે. એશનું કહેવું છે કે માધુરી ખુબ જ ટેલેન્ટેડ અભિનેત્રી અને એક સારી ડાન્સર છે.જો તમે દેવદાસ જોઈ હોય તો બધા પ્રશ્નોના જવાબ મળી જાય.

"દેવદાસના શુટિંગ વખતે અમારી વચ્ચે ખુબ સારો રેપો હતો અને અમે બન્ને એકબીજા સાથે કામ કરતી વખતે ખુબ જ કમ્ફર્ટેબલ હતાં."

IFM
નોંધનીય છે કે ગઈ કાલે એશ્વર્યા એક હીરાની જ્વેલરી બ્રાન્ડના લોન્ચ પ્રસંગે દિલ્હીમાં હતી જે દરમિયાન તેની સાથે વાતચીત થઈ હતી. એશે આ વખતે પણ પોતાના પતિના વખાણ ધરાઈને કર્યા હતાં. એશ કહે છે કે "અભિષેક જ મારી જીંદગીનો ખરો હીરો છે. દુનિયામાં તે સૌથી પ્રેમાળ પતિ છે.મારા ડેડ (અમિતાભ) અને મોમ (જયા)નું પણ મારી જીંદગીમાં ખુબ મહત્વ છે. જેમના તરફથી મને ખુબ જ પ્રેમ અને સ્નેહ મળ્યો છે."

એજન્સી|
ભૂતપૂર્વ વિશ્વસુંદરી અને બોલીહુડ્ની ટોપની હિરોઇન અને બચ્ચન પરિવારની કુલવધુ એશ્વર્યા તા. 1 નવેમ્બર, 2007માં ૩૪ વર્ષ પૂરા કરીને ૩૫માં વર્ષમાં પહોચી ગઇ છે. આ માટે તો એશને ખુબ ખુબ શુભકામનાઓ.. અને શુભેચ્છાઓ...


આ પણ વાંચો :