શનિવાર, 30 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 07
  4. »
  5. પુનરવલોકન-07
Written By નઇ દુનિયા|

બેનઝીર ભુટ્ટોની શાસન યાત્રા

- શ્રીમતી બેનજીર ભુટ્ટોનો જન્મ 21 જૂન 1953માં જમીનદાર પરિવારમાં થયો હતો.
- પોતાના પિતા જુલ્ફિકાર અલી ભુટ્ટોની શાસન ગાદી સંભાળતા તેમણે પાકિસ્તાનની રાજનીતિમાં પ્રવેશ કર્યો.
- ઈ.સ 1988માં તેઓ પહેલીવાર 20 મહિના માટે દેશના પ્રધાનમંત્રી બન્યા.
- 1993માં તેઓ બીજીવાર દેશના પ્રધાનમંત્રી બન્યા, પણ વર્ષ 1996માં તેમણે શાસન પરથી ફરી હઠવુ પડ્યુ.
- ઔપનિવેશક સંસ્થા વ્યવસ્થા પછી તેઓ મુસલમાન રાજ્યના નેતા તરીકે પસંદ થયેલી પ્રથમ મહિલા હતી.
- 1998માં તેઓ દુબઈમાં વસવાટ કરવા રવાના થઈ. 18 ઓક્ટોબર 2007મા તે પાકિસ્તાન પાછી આવી.
- જુલ્ફીકાર અલી ભુટ્ટોની સૌથે મોટી સંતાન બેનજીરે અમેરિકા અને બ્રિટનમાં ઉચ્ચ શિક્ષા મેળવી હતી.
- વિદ્યાર્થી જીવનમાં પણ બેનજીરે રાજનીતિમાં ભાગ લીધો અને ડિસેમ્બર 1976માં ઓક્સફર્ડ યૂનિયનની અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવી.
- તેમનુ લગ્ન 18 ડિસેમ્બર 1987ના રોજ કરાંચીમાં આસિફ અલી જરદારી સાથે થયુ.
- ભણતર પૂરૂ કર્યા પછી જ્યારે તે પાકિસ્તાન પાછી આવી ત્યારે તેમના પિતાના જેલમાં હોવાને કારણે તેઓ નજરબંધ રહી.
- 16 નવેમ્બર 1988માં બેનજીરની પાર્ટી પીપીપીએ સામાન્ય ચૂંટણીમાં જીત મેળવી.
- 1989માં 'પીપુલ પત્રિકા'એ બેનજીર ભુટ્ટોનો તે સમયની 50 સૌથી સુંદર સ્ત્રીઓમાં સમાવેશ કર્યો.
- 1990 માં ભ્રષ્ટાચારના આરોપોના આધાર પર તેમની સરકારને બરતરફ કરી. ત્યારે નવાજ શરીફને પ્રધાનમંત્રી બનાવવામાં આવ્યા.
- 2006માં ઈંટરપોલે બેનજીર અને તેમના પરિવારની ધરપકડના પ્રયત્નો કર્યા.
- 27 ડિસેમ્બર 2007ના રોજ રાવલપિંડીમાં બેનજીરની ગોળી મારી હત્યા કરવામાં આવી.