બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. સનાતન ધર્મ
Written By
Last Modified: બુધવાર, 9 નવેમ્બર 2022 (09:52 IST)

Bhojan Rules: શું તમે પણ આ રીતે તો ભોજન નથી કરતા? આજે જાણો ભોજન સાથે જોડાયેલા આ 5 નિયમો, નહીં તો થઈ જશો ગરીબ

Bhojan rule- સનાતમ ધર્મમાં જીવન જીવવા માટે કેટલાક નિયમ અને પરંપરાઓ જણાવી છે. સદીઓ વીતી ગઈ પણ કરોડો લોકો આજે પણ નિયમો અને પરંપરાઓનું પાલન કરી રહ્યા છે. તેનું કારણ એ છે કે આટલો લાંબો સમય વીતી જવા છતાં આ નિયમો હજુ પણ પોતાની સુસંગતતા જાળવી રહ્યા છે અને લોકોને માર્ગદર્શન આપી રહ્યા છે. આજે અમે ખોરાક સાથે જોડાયેલા આવા 5 નિયમો વિશે જણાવીએ છીએ. એવું કહેવાય છે કે જે લોકો ભોજન સંબંધિત આ નિયમોનું પાલન નથી કરતા, તેમને ગરીબ થવામાં સમય નથી લાગતો.
 
એક સાથે 3 રોટલીઓ ના લેવી જોઈએ 
સનાતમ ધર્મમાં કોઈ પણ શુભ કાર્યમાં 3 નંબરને અશુભ ગણાય છે. કહેવાય છે કે ભોજન કરવો પણ આવુ જ એક શુભ કાર્ય છે. તેથી તમે જ્યારે કોઈને ભોજન પીરસી રહ્યા છો તો તેને એકસાથે 3 રોટલી ન આપવી પણ તેને 2 કે 4 રોટલી આપો. આવુ કરવાથી તે ભોજન શરીરમાં લાગે છે અને આરોગ્ય સાચવી રહે છે. જેનાથી ડાક્ટરનો ખર્ચ બચી જાય છે. 
 
ભોજનની થાળી પર ક્યારેય હાથ ન ધોવુ 
શાસ્ત્રો અનુસાર ભોજન કર્યા પછી થાળીમાં ક્યારેય હાથ ન ધોવા જોઈએ. તે શિષ્ટાચાર વિરુદ્ધ ગણવામાં આવે છે અને  ગંદકી પણ ફેલાય છે. એવું કહેવાય છે કે આવું કરવાથી મા લક્ષ્મી અને અન્નપૂર્ણા ગુસ્સે થાય છે. જેના કારણે માણસના ખરાબ દિવસો શરૂ થાય છે અને તે ધીમે ધીમે પતનની તરફ જાય છે.
 
સૌથી પહેલા અન્ન મંત્રનો જાપ કરો
 
પુરાણોમાં કહેવાયું છે કે જ્યારે પણ તમે ભોજન કરવાનું શરૂ કરો તો સૌથી પહેલા અન્ન મંત્રનો જાપ કરો. આમ કરવાથી તે ખોરાક આપણા શરીરમાં શોષાય છે અને આપણે સ્વસ્થ બનીએ છીએ. તેથી, જ્યારે પણ તમે જમવા બેસો, ત્યારે ભગવાનનો આભાર માનવાનું ભૂલશો નહીં, જેના આશીર્વાદથી  તમને તમારું જીવન જીવવા માટે ખોરાક મળી રહ્યો છે.
 
ભોજનની થાળી પર ખોરાક ન છોડવો જોઈએ
 
સનાતન ધર્મમાં અન્નનો બગાડ કરવો ખોટું કહેવાય છે. વિદ્વાનોનું કહેવું છે કે જેટલો પેટ ભૂખ્યો હોય તેટલો જ ખોરાક વ્યક્તિએ પોતાની થાળીમાં નાખવો જોઈએ. જરૂર કરતા વધારે ભોજન લેવુ અને પછી ન ખાવાથી તે બગડી જાય છે, જેના કારણે ભોજનનો અનાદર થાય છે. આવા લોકોને માતા અન્નપૂર્ણાનો પ્રકોપ સહન કરવો પડે છે. 
 
ધરતી પર બેસીને ભોજન કરવું 
શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે વ્યક્તિએ હંમેશા જમીન પર બેસીને ખાવું જોઈએ (ભોજન કરને કે નિયમ). આમ કરવાથી ધરતી માતાના સકારાત્મક તરંગો પગ દ્વારા આપણા શરીરમાં પ્રવેશ કરે છે, જેના કારણે શરીર સ્વસ્થ અને સકારાત્મક ઉર્જાથી ભરેલું બને છે. તેની અસર આપણા જીવનમાં પણ જોવાની છે.