ચંદ્રગ્રહણની પૌરાણિક કથા- વાંચવાથી ગ્રહણ દોષ દૂર થાય છે

Last Updated: ગુરુવાર, 9 જાન્યુઆરી 2020 (18:28 IST)
પૌરાણિક માન્યતાઓ અનુસાર, જ્યારે સમુદ્ર મંથન ચાલી રહ્યું હતું, ત્યારે દેવતાઓ અને રાક્ષસો વચ્ચે અમૃત પીવા માટે વિવાદ શરૂ થયો, તેના સમાધાન માટે ભગવાન વિષ્ણુએ મોહિનીનું સ્વરૂપ લીધું. મોહિનીના રૂપમાં, બધા ભગવાન અને દાનવો તેમના દ્વારા આકર્ષાયા, પછી ભગવાન વિષ્ણુ દેવતાઓ અને રાક્ષસોને અલગ -અલગ પાડ્યા. પરંતુ તે વખતે એક દાનવને ભગવાન વિષ્ણુની આ યુક્તિ પર શંકા ગઈ. તે રાક્ષસ દેવતાઓની લાઈનમાં આવીને બેસી ગયો અને બેસીને અમૃત પીવા લાગ્યા.
દેવતાઓની હરોળમાં બેઠેલા ચંદ્ર અને સૂર્યએ આ રાક્ષસને આમ કરતા જોયું. આ માહિતી તેમણે ભગવાન વિષ્ણુને આપી, જે પછી ભગવાન વિષ્ણુએ તેના સુદર્શન ચક્રમાંથી રાક્ષસનું માથું કાપી નાખ્યું. પરંતુ તે રાક્ષસ અમૃતને ગળામાં લઈ ગયો હતો, જેના કારણે તેની મૃત્યુ નથી થઈ અને તેના માથા વાળા બાગ એઆહુ અને ધડનો ભાગ કેતુ તરીકે ઓળખવામાં આવતો હતો. આથી જ રાહુ અને કેતુ સૂર્ય અને ચંદ્રને પોતાનો દુશ્મન માને છે. પૂર્ણિમા અને અમાવસ્યાના દિવસેનો ગ્રાસ કરી લે છે. તેને સૂર્ય ગ્રહણ અને કહેવામાં આવે છે.
જ્યોતિષ શાસ્ત્રમાં રાહુ અને કેતુને છાયા ગ્રહો માનવામાં આવે છે. જો રાહુ અને કેતુ કોઈની કુંડળીમાં ખરાબ મૂડમાં બેસે છે, તો તે જીવનમાં ઘણું વધારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેમની શક્તિનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે સૂર્ય અને ચંદ્ર પણ તેની અસરોથી બચી શકતા નથી.આ પણ વાંચો :