ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2020
Written By
Last Updated : બુધવાર, 8 જાન્યુઆરી 2020 (16:26 IST)

Lunar Eclipse- ચંદ્રગ્રહણ કેવી રીતે થાય છે - વૈજ્ઞાનિક અને પૌરાણિક મહત્વ.

ચંદ્રગ્રહણ એ એક ખગોળીય ઘટના છે. વૈજ્ઞાનિક અને જ્યોતિષ દૃષ્ટિકોણથી તેનું વિશેષ મહત્વ છે. જ્યારે  વૈજ્ઞાનિક રૂપે ગ્રહણ એક વિશિષ્ટ ખગોળીય ઘટના છે. ધાર્મિક અને જ્યોતિષીય દ્રષ્ટિકોણથી, ગ્રહણની ઘટના વ્યક્તિના જીવન પર વિશેષ અસર કરે છે. જ્યોતિષીય માન્યતાઓ અનુસાર ગ્રહણને અશુભ માનવામાં આવે છે.  10 જાન્યુઆરીની રાત્રે ફરી એકવાર ચંદ્રગ્રહણ થવાનું છે. ચાલો જાણીએ ગ્રહણનું વૈજ્ઞાનિક અને પૌરાણિક મહત્વ.
 
વિજ્ઞાન મુજબ, ચંદ્રમા પૃથ્વીની આસપાસ ફરે છે. પૃથ્વી અને ચંદ્રમા ફરતા-ફરતા એક એવા સ્થાન પર આવી જાય છે જ્યારે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર ત્રણેય સીધી લાઈનમાં આવી જાય છે. જ્યારે પૃથ્વી ફરી-ફરીને સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવે છે. ચંદ્રની આ સ્થિતિમાં, પૃથ્વીના ઓટમાં સંપૂર્ણપણે છુપાઈ જાય છે અને અને તેના પર કોઈ સૂર્યપ્રકાશ નથી પડતું, તેને ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે.
 
પૌરાણિક માન્યતાઓ અનુસાર, જ્યારે સમુદ્ર મંથન ચાલી રહ્યું હતું, ત્યારે દેવતાઓ અને રાક્ષસો વચ્ચે અમૃત પીવા માટે વિવાદ શરૂ થયો, તેના સમાધાન માટે ભગવાન વિષ્ણુએ મોહિનીનું સ્વરૂપ લીધું. મોહિનીના રૂપમાં, બધા ભગવાન અને દાનવો તેમના દ્વારા આકર્ષાયા, પછી ભગવાન વિષ્ણુ દેવતાઓ અને રાક્ષસોને અલગ -અલગ પાડ્યા. પરંતુ તે વખતે એક દાનવને ભગવાન વિષ્ણુની આ યુક્તિ પર શંકા ગઈ. તે રાક્ષસ દેવતાઓની લાઈનમાં આવીને બેસી ગયો અને બેસીને અમૃત પીવા લાગ્યા.
 
દેવતાઓની હરોળમાં બેઠેલા ચંદ્ર અને સૂર્યએ આ રાક્ષસને આમ કરતા જોયું. આ માહિતી તેમણે ભગવાન વિષ્ણુને આપી, જે પછી ભગવાન વિષ્ણુએ તેના સુદર્શન ચક્રમાંથી રાક્ષસનું માથું કાપી નાખ્યું. પરંતુ તે રાક્ષસ અમૃતને ગળામાં લઈ ગયો હતો, જેના કારણે તેની મૃત્યુ નથી થઈ અને તેના માથા વાળા બાગ એઆહુ અને ધડનો ભાગ કેતુ તરીકે ઓળખવામાં આવતો હતો. આથી જ રાહુ અને કેતુ સૂર્ય અને ચંદ્રને પોતાનો દુશ્મન માને છે. પૂર્ણિમા અને અમાવસ્યાના દિવસેનો ગ્રાસ કરી લે છે. તેને સૂર્ય ગ્રહણ અને ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે.
 
જ્યોતિષ શાસ્ત્રમાં રાહુ અને કેતુને છાયા ગ્રહો માનવામાં આવે છે. જો રાહુ અને કેતુ કોઈની કુંડળીમાં ખરાબ મૂડમાં બેસે છે, તો તે જીવનમાં ઘણું વધારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેમની શક્તિનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે સૂર્ય અને ચંદ્ર પણ તેની અસરોથી બચી શકતા નથી.