રવિવાર, 24 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. સનાતન ધર્મ
Written By
Last Updated : ગુરુવાર, 14 જુલાઈ 2022 (15:52 IST)

Daan Rules - આ નિયમો મુજબ કરશો દાન તો ઘરમાં રહેશે માતા લક્ષ્મીનો વાસ જીવનમાં નહી થશે ધનની કમી

daan
Daan Astro Tips- ઘરમાં સુખ સમૃદ્દિની પ્રાપ્તિ માટે દરેક વ્યક્તિ ખૂબ મેહનત કરે છે. દિવસ-રાત ભાગદોડ કરે છે જેથી પરિવારને બધા સુખ સુવિધાઓ મેળવી શકે. 
 
ઘણા પ્રકારના ઉપાય કરે છે. જેથી માતા લક્ષ્મીની કૃપા બને રહે. માતા લક્ષ્મીની કૃપાથી તેમની બધી મૂળભૂત અને ભૌતિક સુવિધાઓ મેળવી શકે. જ્યોતિષ શાસ્ત્રમા કહ્યુ છે કે 
 
વ્યક્તિ દિવસ ભર ભાગદોડ કરીને જે કમાવે છે તેનો કેટલાક ભાગ દાનમાં આપવુ જરૂરી છે. આવુ કરાવાથી વ્યક્તિની બધી આર્થિક સંકટથી મુક્તિ મળે છે. આવો જાણીએ 
 
દાનના આ નિયમો વિશે. 
 
કમાણીનો દસમો ભાગ ભગવાનને કરવુ દાન 
જ્યોતિષ શાસ્ત્ર મુજબ વ્યક્તિને તેમની મેહનતની કમાણીનો દસમો ભાગ ભગવાનને સમર્પિત કરવુ જોઈએ. તેના માટે તમે કોઈ સત્કર્મમાં લગાવી શકો છો. દાન હમેશા ખુશીથી આપવુ જોઈએ. 
 
પોતે કરવુ દાન 
જ્યોતિષ શાસ્ત્રમાં માન્યતા છે કે જો તમે કોઈ પણ વસ્તુનો દાન કરી રહ્યા છો તો પોતે જઈને દાન કરવુ યોગ્ય ગણાયુ છે. તેમજ ઘર બોલાવીને દાન મધ્યમ ફળદાતી 
 
ગણાય છે. 
 
હાથમાં આપીને કરવુ દાન 
તલ, કુશ જળ અને ચોખા તેને હાથમાં આપીને દાન આપવુ જોઈએ. નહી તે દાન પર ભવ્ય દૈત્ય અધિકાર કરી લે છે. પિતરોને તલની સાથે અને દેવતાઓને ચોખાની સાથે દાન આપવુ શુભ ગણાય છે. 
 
ઘીનો દીપક પ્રગટાવવુ 
જો તમે આર્થિક પરેશાનીથી છુટકારો મેળવવા ઈચ્છો છો તો ઘરમા તુલસીનો છોડ લગાવો અને દરરોજ સાંજે છોડની પાસે દેશી ઘીથી ભરેલો માટીનો દીવો પ્રગટાવો. તેનાથી માતા લક્ષ્મીની કૃપા હમેશા તમારા પર બની રહેશે.