1. ધર્મ
  2. હિન્દુ
  3. સનાતન ધર્મ
Written By
Last Modified: બુધવાર, 11 એપ્રિલ 2018 (08:24 IST)

હિન્દુ ધર્મમાં શા માટે હોય છે દાહ સંસ્કાર વિધિ

Dah sanskar
હિન્દુ ધર્મમાં જો સોળ સંસ્કારોની વાત કરવામાં આવે તો આ સંસ્કાર ગર્ભધારણથી લઈને મૃત્યુ પછી સુધી નિભાવવામાં આવે છે. સનાતન ધર્મ મુજબ સોળ સંસ્કારોમાં મૃતક વ્યક્તિના શરીરને સ્નાન કરાવવામાં આવે છે જેથી તેને શુદ્ધ કરી શકાય. 
 
સ્નાન કરાવ્યા પછી વૈદિક મંત્રોનુ ઉચ્ચારણ કરી શબની પૂજા કરવામાં આવે છે. પૂજા કર્યા પછી મૃત વ્યક્તિનો મોટો પુત્ર અથવા તો કોઈ નિકટ સંબંધી તેને મુખાગ્નિ આપે છે.  એવુ કહેવાય છે કે જો મૃતક વ્યક્તિને તેના પરિવારના સભ્યોના હાથેથી મુખાગ્નિ મળે તો તેનો પોતાના પરિવારના સભ્યો સાથે જે મોહ હોય છે તે ખતમ થઈ જાય છે. 
 
શાસ્ત્રો મુજબ આ શરીરના રચનાની વાત કરવામાં આવે તો શરીરની રચના પંચ તત્વથી થાય છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ. જ્યારે મૃતક વ્યક્તિના શરીરનો દાહ સંસ્કાર કરવામાં આવે છે તો તે એ જ પંચતત્વોમાં વિલીન થઈ જાય છે. શબના દાહ સંસ્કાર વિશે એવુ માનવામાં આવે છેકે વ્યવ્હારિક દ્રષ્ટિથી પણ શબ દાહ સંસ્કારનું મહત્વ છે. શબને દફનાવવાથી શરીરમાં અનેકવાર કીડા લાગી જાય છે. બીજી બાજુ શબને દફનાવવાથી એ જમીન બેકાર થઈ જાય છે અને કોઈ બીજા કાર્ય માટે ઉપયોગમાં લઈ શકાતી નથી. શબના દાહ સંસ્કાર વિશે કહેવાય છે કે મૃતકની અસ્થિયો ગંગામાં વિસર્જિત કરવી જોઈએ.