સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. સનાતન ધર્મ
Written By

ગંગા દશેરા: આ દિવસે રાજા ભગીરથ ગંગાને લાવ્યા હતા ધરતી પર

જ્યેષ્ઠ શુક્લ દશમીના દિવસે રાજા ભગીરથ ગંગાને ધરતી પર લાવ્યા હતા. આ દિવસે ગંગા ધરતી પર પ્રગટ થઈ હતી. આ ખાસ દિવસને ગંગા દશેરાના રૂપમાં ઉજવાય છે. તેને અમે ગંગાઅવતરણના નામથી પણ ઓળખે છે. આ અવસરે લોકો ગંગામાં સ્નાન કરે છે અને ગરીબોને દાન કરે છે. 
 
શાસ્ત્રોમાં કહ્યું છે કે ભગવાન વિષ્ણુના ચરણોથી નિકળી અને શિવની જટાઓમાં લપટેલી ગંગાના જળમાં ડુબકી લગાવવાથી માણસને વિષ્ણુ અને શિવનો આશીર્વાદ એક સાથે મળે છે. માન્યતા છે કે રાજા ભગીરથના પૂર્વજોને શ્રાપ મળ્યું હતું. જેના કારણે તેણે ગંગાને ધરતી પર લાવા માટે ઘોર તપ કર્યું હતું. તેની તપસ્યાથી પ્રસન્ન થઈને માતા ગંગાએ તેણે દર્શન આપ્યા. 
 
રાજા ભગીરથએ કીધું કે તમે મૃત્યુલોક ચાલો. તેના પર ગંગાએ કીધુંકે જે સમયે પૃથ્વીપર પડું, તે સમયે મારા વેગને કોઈ સંભાળવા માટે હોવું જોઈએ. આવું ન થતા હું પૃથ્વીને ફોડીને રસાતળમાં ચાલી જઈશ. ત્યારબાદ ભગીરથએ ભગવાન શિવની તપસ્યા કરી. ભગવાન શિવએ પ્રસન્ન થઈને ગંગાજીને તેમની જટા(વાળ)માં રોકવા માટે તૈયાર થઈ જાય છે. ગંગાને પોતાની જટાઓમાં રોકીને જટની પૃથ્વીની તરફ મૂકી નાખે છે. 
આ રીતે ગંગાના જળથી ભગીરથ તેમના પૂર્વજોને મુક્તિ અપાવવામાં સફળ થઈ જાય છે. પૃથ્વી પર આવતા પહેલા માતા ગંગા ભગવાન બ્રહ્માના કંમડળમાં રહતી હતી. 
 
આ દિવસે સત્તૂ, મટકા અને હાથનો પંખો દાન કરવાથી બમણુ ફળ મળે છે. ગંગા દશેરાના દિવસે બધા ગંગા મંદિરમાં ભગવાન શિવનો અભિષેક કરાય છે. મોક્ષદાયિની માતા ગંગાની પૂજા અર્ચના કરાય છે. ગંગા દશેરાઆ દિવસે શ્રદાળું જે પણ વસ્તુ દાન કરે તેની સંખ્યા દસ હોવી જોઈએ. દસ જ વસ્તુથી પૂજન પણ જરવું જોઈએ.