ગંગા દશમી - સાત જન્મોનું પુણ્ય મેળવવા માટેનો શુભ દિવસ

શાસ્ત્રાનુસાર જયેષ્ઠ માસના શુક્લ પક્ષની દશમી તિથિને ગંગા દશહરા કહે છે. જયેષ્ઠ માસના શુક્લ પક્ષની દશમી તિથિને ગંગાજીનો જન્મ દિવસ ઉજવાય છે. સ્ક્નંદપુરાણ  અને વાલ્મીકિ રામાયણ મુજબ આજના દિવસે  મહારાજ ભાગીરથના  કઠોર તપથી પ્રસન્ન થઈને સ્વર્ગ પરથી પૃથ્વી પર ગંગાજી આવ્યા હતા. 
ગંગા પૂજન ઉત્સવ એટલે ગંગા દશેરાના સમયે સ્નાન , ના રૂપાત્મક વ્રત હોય છે. સ્કંદ પુરાણમાં લખ્યું કે  એમાં સ્નાન અને દાન તો ખાસ રૂપથી કરો. કોઈ પણ નદી પર જઈને અર્ધ્ય (પૂજા) અને તિલોદેક જરૂર કરો. આજના દિવસે જે  ગંગા જી કે બીજા કોઈ પવિત્ર નદી પર સપરિવાર સ્નાન માટે જઈ શકે તો સર્વશ્રેષ્ઠ છે . જો શક્ય હોય તો ગંગાજળને સામે રાખી ગંગાજીની પૂજા આરાધના કરી શકાય છે. આ દિવસે જપ -તપ દાન, વ્રત - ઉપવાસ ,અને ગંગાજીની પૂજા કરતા બધા પાપ મૂળથી કપાઈ જાય છે. એવી માન્યતા છે. 

                                                              આગળ વાંચો શું દાન અને પૂજન  વિધિ.............................. 


આ પણ વાંચો :