શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. સનાતન ધર્મ
Written By

Garuda puran - શા માટે મહિલાઓએ ન કરવા જોઈએ આ ચાર કામ ?

ગરૂડ પુરાણમાં ગૃહ્સ્થ જીવન માટે ઉપયોગી ઘણી વાતો જણાવી છે. આ ગ્રંથ માત્ર મૃત્યુ પછીના જીવન વિશે જ નહી પરંતુ માણસ જીવનને સુખી બનાવવા માટેની કલ્યાણકારી વાતો પણ બતાવે છે.  
 
એમાં મહિલાઓ માટે એવી વાતોનું  વર્ણન કરવામાં આવ્યુ છે કે જે જીવનને નષ્ટ થતા બચાવે છે. જાણો  ગરૂડ પુરાણ મુજબ એવી વાતો જેનાથી મહિલાઓએ બચવુ જોઈએ. 
 
1. ગરૂણ પુરાણ કહે છે કે મહિલાઓએ વધુથી વધુ વિરહથી બચવું જોઈએ એટલે કે તેમણે  જીવનસાથીથી દૂર ન રહેવુ જોઈએ. આનાથી તેમના પારિવારિક સ્તર પર તેમને ઘણી સમસ્યાઓ અને પડકારનો સામનો કરવો પડી શકે છે . આથી સુરક્ષિત અને સન્માનજનક  જીવન માટે સારુ રહેશે કે તમે તમારા જીવનસાથી સાથે જ રહો. 

2. મહિલા હોય કે પુરૂષ હમેશા સારા ચરિત્રના લોકો સાથે જ મિત્રતા કરવી જોઈએ. ખરાબ ચરિત્રના લોકો બીજાનુ પતન કરવા ઉપરાંત પોતાનું પણ પતન કરે છે. આ ઉપરાંત એ લોકોનું પણ  પતન થાય છે જે એમની સાથે રહે છે.  દુષ્ટ ચરિત્રના લોકોનો  તરત જ ત્યાગ કરવો જોઈએ.   સારુ રહેશે કે આવા લોકોનો સાથ ક્યારેય ન  રહો. મહિલાઓએ આવા લોકોથી દૂર રહેવું જોઈ કારણકે સંપૂર્ણ ગૃહ્સ્થી એમના પર કેન્દ્રીત છે. 

3. મહિલાઓને દરેક માણસના યથાયોગ્ય સન્માન કરવુ જોઈએ અને આ વાત બધાને માટે લાગૂ થાય છે. વર્તમાનમાં કરેલ  અપમાન ભવિષ્યમાં વિનાશનું  કારણ બની જાય છે. આથી ક્યારેય કોઈને કડવા વચન,  કઠોર વાત ન બોલવી જોઈએ.  જે મહિલા ઘરના સભ્યો સાથે વાર્તાલાપમાં કઠોર શબ્દોનો પ્રયોગ કરે છે. તેવી મહિલાઓના ઘરમાં શાંતિ કાયમ રહેતી નથી. 
4. મહિલા માટે જરૂરી  છે કે એમનું જીવન સુરક્ષિત હોય, માન-સન્માનની રક્ષા હોય એ માટે જરૂરી છે કે પોતાના ઘરમાં રહેવું. બીજાના ઘરમાં લાંબા સમય સુધી રહેવાથી ન તો માન-સન્માન મળે  છે કે ન તો એમનુ જીવન સુરક્ષિત રહી શકે છે. આનાથી તેમની  છબિ  નષ્ટ થવાના ડર રહે છે . આ અસુવિધાથી બચાવા માટે તેઓએ પોતાના જ ઘરમાં રહેવું જોઈએ.